અમરેલી,
અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, ધારી, સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા બે વાહન ચાલકો સહિત 15 શખ્સોને નશો કરેલ હાલતમાં છાકટા બનેલ લોકોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું જયારે અમરેલી જિલ્લામાં જુદા જુદા 10 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી બે મહિલા સહિત 7 શખ્સોને ઝડપી પાડયા હતાં જેમાં જાફરાબાદ, બગસરા, મરીન પીપાવાવ, સાવરકુંડલા, ધારી, સાવરકુંડલા રૂરલ, રાજુલા, અમરેલી શહેર અને દામનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી