રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
શ્રી પરસોતમ રૂપાલાએ વિરાટ વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે ‘આજે જે ક્ષત્રિય આગેવાનો સમર્થન આપ્યો છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’