કુંકાવાવનાં લાખાપાદર વાડીનાં કુવામાંથી લાશ મળી

કુંકાવાવનાં લાખાપાદર વાડીનાં કુવામાંથી લાશ મળી

અમરેલી,
વડીયા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે કુકાવાવ તાલુકાના લાખાપાદર ગામે વાડી મા 80 ઉંડા કુવામાં કોઈ અજાણી વ્યકિત ડુબી ગયેલ છે. તેના અનુસંઘાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર ટીમ તુંરત ઘટના સ્થળપર પહોંચી 80 ફુટ કુવામાં અંદર ઉતરી 2 કલાકની મહેનત બાદ અજાણી વ્યકિતની બોડીને રેસ્કયુ કરી વડીયા પોલીસને પ્રાથમિક તપાસ અર્થે સોંપેલ. રેસ્કયુ કામગીરી કરનાર ફાયર સ્ટાફ હિંમતભાઈ, સવજીભાઇ ડાભી, કૃષ્ણભાઇ ઓળકિયા, સાગરભાઇ પુરોહિત, વગેરેઓએ મુખ્ય કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ સુરેશભાઈ ચિકારીયા કનાસિયા ( ઉ. વર્ષ 29) જણાય આવેલ