રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકાર અને એનજીઓ દ્વારા વિદેશી બાવળના વૃક્ષોનું ઉચ્છેદન કરવાનો કાર્યક્રમ તડામાર ચાલે છે. એને સમાંતર એક પરિપત્ર દ્વારા રાજ્ય સરકારે તેની તમામ સરકારી ઓફિસોના પટાંગણમાંથી જમીનને નુકસાન કરનારા વૃક્ષો દૂર કરવાનો હુકમ જારી કર્યો છે. જે બાવળ દૂર કરવામાં આવે છે તેને સળગાવીને તેનું ખાતર બનાવવામાં આવે છે જેને બાયોચાર કહેવાય છે. રાજ્યની અનેક ગ્રામપંચાયતોએ સ્વયંભૂ આ ઝુંબેશ ઉપાડી છે જે ગુજરાતની જમીનની મોટે પાયે સુધારણા કરશે. જમીન વ્યવસ્થાપન માટે છોડના પદાર્થોને બાળવાની ઐતિહાસિક પદ્ધતિઓના પરિણામે વિશ્વભરની જમીનમાં બાયોચાર જોવા મળે છે. એમેઝોન (ટેરા પ્રેટા)ની બાયોચાર-સમૃદ્ધ કાળી માટીનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેના અનન્ય ગુણધર્મો દર્શાવે છે.
ટેરા પ્રેટા એ પોર્ટુગિઝ લોકોએ કાળી માટીની કસદાર જમીનને આપેલું નામ છે. ભારતમાં કે એમેઝોન જંગલોમાં જોવા મળતી એ જમાનાની કાળી માટીને તેઓ ’બ્લેક અર્થ’ ( ગુજરાતીમાં કહીએ શ્યામલ ધરતી ) અથવા ટેરા પ્રેટા કહેતા હતા. દક્ષિણ અમેરિકાના 40 ટકા ભાગમાં કાળી માટી હતી. બાયોચારનો ઉપયોગ કરવાનો વિચાર હજારો વર્ષ પહેલાં એમેઝોન બેઝિનમાં શરૂ થયો હતો. ત્યાં ટેરા પ્રેટા (કાળી પૃથ્વી) નામની ફળદ્રુપ જમીનના ટાપુઓ હતા, જેની ખેતી સ્થાનિક લોકો કરતા હતા. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જમીનમાં બાયોચાર ઉમેરવાના પરિણામે, જમીનની ફળદ્રુપતા અને કાર્બનનું પ્રમાણ વધે છે. એનાથી માટી વિશેષ કાર્બન ધરાવતી થાય છે અને પોષક તત્વોથી ભરપૂર બને છે.
બાયોચારનો ઉપયોગ જમીનને સુધારવા અને કાર્બનને અલગ કરવા માટે ઉપયોગી માર્ગ બની શકે છે. બાયોચાર બનાવવા અને ઉપયોગ કરવાની આજે પ્રયોજાતી ટેકનિક લગભગ 2,000 વર્ષ જૂની છે. આ દ્વારા, કૃષિ કચરો જમીન સુધારકમાં રૂપાંતરિત થાય છે, જે જમીનમાં કાર્બન ધરાવે છે. તે ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપે છે અને જમીનની જૈવવિવિધતામાં વધારો કરે છે. આ ટેક્નોલોજી દ્વારા વનનાબૂદીને પણ અટકાવવામાં આવે છે. એટલે કે વનીકરણને પ્રોત્સાહન મળે છે. બાયોચાર બનાવવાની પ્રક્રિયા દ્વારા અત્યંત બારીક છિદ્રાળુ ચારકોલ ઉત્પન્ન થાય છે, જે જમીનમાં પોષક તત્વો અને પાણીની ઉપલબ્ધિ જાળવવામાં મદદ કરે છે. ઉપરાંત ખેતીની જમીનમાં પાકની વિવિધતામાં વધારો કરે છે.
જ્યાં સેન્દ્રિય પદાર્થો, પાણી અને ખાતરોની અછત છે ત્યાં બાયોચાર એ ખાદ્ય સુરક્ષા માટે એક દુર્લભ જૈવિક સંસાધન છે. બાયોચારનો ઉપયોગ લગભગ તમામ પ્રકારની જમીનમાં સુધારક તરીકે થઈ શકે છે. આ એક ધીમા પગલે થતી જમીન સુધારણા છે. બાયોચારની ઉપયોગીતાની ખરી જરૂર આપણને શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં ઓછા વરસાદ અને ઓછા પોષક તત્ત્વો ધરાવતી જમીનમાં જોવા મળે છે. ૈંમ્ૈં ( ઇન્ટરનેશનલ બાયોચાર ઇનિશિયેટિવ ) દ્વારા વિકસાવાયેલી બાયોચાર ટેક્નોલોજી દ્વારા જમીનની ફળદ્રુપતા અને કાર્બન સિક્વેસ્ટ્રેશનને સુધારવાનો હેતુ ધરાવે છે. આ આંતરરાષ્ટ્રીય ઝુંબેશ તરફથી પણ પર્યાપ્ત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, વર્ષ 2050માં વિશ્વની વસ્તી અંદાજે 9.2 અબજ થઈ જશે. પરંતુ તાજેતરમાં વિશ્વ વસ્તી સંગઠને પ્રગટ કરેલી વિગત પ્રમાણે અત્યારની આઠ અબજની વસ્તીને દસ અબજ થતાં માત્ર બીજા વીસ વરસની જરૂર પડશે. આ વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં 70 ટકાનો વધારો કરવાની જરૂર પડવાની છે. આ માટે, વધુ ઉત્પાદન હાંસલ કરવા માટે ઉપલબ્ધ મર્યાદિત વિસ્તારના ઉપયોગમાં કેટલાક ફેરફારો કરવા પડશે. પર્યાવરણ પર ખેતી માટે બિનખેતીની જમીનનો ઉપયોગ કરવાની અસર વિવિધ વ્યવસ્થાપન પ્રણાલીઓ અનુસાર બદલાય છે.
દરેક દેશમાં નિયમો ફરે છે. વૈશ્વિક કાર્બન સંચય માટે આપણી પૃથ્વી એક સારી અને મહત્વપૂર્ણ ભંડાર છે. આ ભંડારનું કદ ખરેખર વિશ્વના ઘાસના મેદાનો હેઠળના વિસ્તાર પર આધારિત છે.તેથી, જમીનમાં વધુ કાર્બનનો સંગ્રહ કરવા માટેનો સૌથી સદ્ધર અને ખર્ચ-અસરકારક અભિગમ એ છે કે અધોગતિ પામેલી જમીનમાં મોટા પાયે કાર્બન ભંડારને પુન:સ્થાપિત કરવો. કાર્બનનો સંગ્રહ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બનને યોગ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરીને કરીને લાંબા ગાળા માટે જમીનમાં સંગ્રહ કરવો. આ કામ બાયોચાર આસાનીથી કરે છે.
રાજ્યભરમાં હવે સ્વયંભૂ ચાલુ થઈ છે જમીનસુધારણા ઝુંબેશ જે ઓર્ગેનિક કૃષિનો પ્રતાપ છે
Published on