લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં

લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં

અમરેલી,
લીલીયા વન્યજીવ રેન્જ ના સલડી રાઉન્ડ નીચે આવતા જાત્રોડા ગામે અશોકભાઈ નારણભાઈ ડાવરા એ પોતાની માલિકીની વાડીએ પાણીના ધોરીયા માં વીજકરંટ પસાર કરી ત્રણ નીલ ગાયનું મોત નીપજાવતા સ્થાનિક ઇર્ખં ગલાણી એ ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી કરી એડવાન્સ  પેટે રૂપિયા 50000/- દંડ લઈ જામીન પર મુક્ત કરવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ ને અશોકભાઈ નારણભાઈ ડાવરા નું વાડીનું વીજ કનેક્શન રદ કરવા જાણ કરી છે અને ઉલ્લેખનીય છે કે અંટાળીયા, જાત્રોડા, કૃષ્ણગઢ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહો, કાળિયાર, સહિતના વન્ય પ્રાણીઓ નો વસવાટ હોય તેવા વિસ્તારનું રીચેકિંગ હાથ ધરવા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માગણી કરી  આ તકે ઇર્ખં ગલાણી એ જણાવ્યું હતું કે વન્ય જીવ વન્ય સૃષ્ટિ માનવજીવનનું અભિન્ન અંગ છે તેનો બચાવ આપણા હાથમાં છે જેથી વન્ય પ્રાણીઓનું જતન કરી શકીએ આ તકે ફોરેસ્ટર અશોકભાઈ બાભણીયા, તુષારભાઈ મહેતા, ચાવડાભાઈ સહિત નો સ્ટાફ જોડાયો હતો.