સાવરકુંડલા,
સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં આવેલ પ્રસાદ બંગલામાં ગઇકાલે રાત્રીના બીનાબેન પાઠક નામના મહીલાની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે ઘરના કંકાસને કારણે ક્રાઇમના ટીવીમાં આવતા શો ની જેમ જ આઠ માસ પહેલા પરણીને સાસરેે આવેલી વહુએ જ અગાઉથી પ્લાન કરી માતાની મદદથી સાસુનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અને તેની હત્યામાં પોતાના પતિને ફસાવવા માટેના પ્રયાસો કયાર્નું બહાર આવવા પામતા ખળભળાટ મચી ગયો છે.સામાજીક રીતે સૌને હચમચાવતી આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે, કુંડલામાં ફ્રેન્ડ સોસાયટીમાં રહેતા વૈભવ પાઠક એક બેંકમાં નોકરી કરે છે અને માતા બીનાબહેન સાથે તેમના લગ્ન આઠ એક માસ પહેલા અમદાવાદની શ્ર્વેતા થયા હતા. બહાર આવેલી પ્રાથમિક વિગતો અનુસાર લગ્ન પછી સાસુ-વહુ વચ્ચે કટકટ થતી રહેતી હતી અને સાસુ ખોટી રીતે હેરાન કરતી હોવાનું માનતી શ્ર્વેતાએ સાસુનો કાંટો કામય માટે કાઢી નાખવાનું નકકી કર્યુ હોય તેમ અમદાવાદમાં રહેતી પોતાની માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રીનો સાથ લીધો હતો.પતિ વૈભવ સાસુ બીનાબહેનનો એકનો એક પુત્ર હતો જેથી તેમણે આ ર્તો વિચાર્યો હોય તેમ માની શકાય છે.સાસુ-વહુ વચ્ચે ખટરાગ તો ઘણી જગ્યાએ હોય છે પણ અહી જે ખટરાગ હતો તે ખુની ખેલ ખેલશે તેની કોઇને કલ્પના પણ ન હોય. તા.6ના અમદાવાદથી સોનલબહેન દિકરી શ્ર્વેતાના ઘેર આવ્યા હતા અને વેવાણ બીનાબહેનની હત્યા કરવા માટે માતા સોનલબેનની મદદ લીધી હતી અને ટેલીફોન ઉપર વાત થયા મુજબ સોનલબેન અમદાવાદથી પુત્રીના કહયા મુજબ ઇલેકટ્રીક કટર પણ સાથે લાવ્યા હતા. એકાદ દિવસ તો સૌ સાથે બહારગામ પણ ફરવા જઇ આવ્યા હોવાનું મનાય છેગઇકાલે રાત્રે મૃતક બીનાબેનને પતાવી દેવાનો પ્લાન માતા-પુત્રીએ અમલમાં મુકયો હતો પુત્રવધુ શ્વેતા અને તેમની માતા એટલે કે વૈભવના સાસુ સોનલબેન બંનેએ મળીને બીનાબેનની આંખમાં મરચાનીે ભુકી છાંટી દીધી અને બાજુના જ પ્લગમાં કટરની પીન ભરાવી અને કટર ચાલુ કરી બીનાબેનના ગળે ફેરવી દીધ્ાુ હતુ.જેને કારણે બીનાબેનનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.મા દીકરી બંને માથાના ભાગે ડોકના ભાગે આંખની ડાબી બાજુએ અને કપાળ નજીક કટર ફેરવી નિર્દય રીતે હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ ઠંડે કલેજે તેઓ બહાર નીકળ્યા.આ અરસામાં મૃતક બીનાબેનનો પુત્ર વૈભવ કે જે રાજુલા બેંકમાં નોકરી કરે છે તે રાત્રે 8:30 વાગ્યે ઘરે આવ્યો ત્યારે તેના સાસુ સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રીએ તેમને પણ મરચાની ભુક્કી છાંટી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે ચશ્ર્મા પહર્યા હોય તે છટકી ગયો હતો અને પોતાની માતાનું મૃત્યુ થયું છે તેની તેને તુરત જ ખબર પડી જતા તેમણે સાવરકુંડલા પોલીસમાં અને 108 ને ફોન કરવામાં આવ્યો હતો 108 દ્વારા મૃતક બીનાબેનને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી.આ ભેદી હત્યામાં વૈભવ પાઠકના સાસુએ એવો આક્ષેપ કર્યો કે વૈભવે જ તેની માતાને મોતને ઘાટ ઉતારી છે ત્જયારે વૈભવે આ હત્યા પોતાની પત્ની અને સાસુએ કરી હોવાનું જણાવતા પોલીસ પણ દુવિધામાં મુકાઇ હતી જેથી તમામને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા જયા પીઆઇ શ્રી અજય પરમાર તથા અમરેલીથી એલસીબીના પીઆઇ શ્રી અલ્પેશ પટેલની 12 કલાકની એકધારી તપાસમાં એવુ બહાર આવેલ કે બીનાબેન જીગ્નેશભાઈ પાઠકનું ખુન તેની પુત્રવધ્ાુ અને વેવાણે જ કરેલ છે અને પોલીસની કુનેહભરી પુછપરછમાં આરોપી લાંબો સમય સુધી ટકી શકયા ન હતા તેમણે હત્યાનો ગુનો કબુલી લીધો હતોસાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આજે વૈભવની ફરિયાદ ઉપરથી પોતાની પત્ની અને તેમની સાસુ એ હત્યા કરી હોવાનો ગુનો દાખલ કર્યો છે પોલીસે મરચાની ભૂકી લોહીના ડાઘા વાળું ઈલેક્ટ્રીક બ્લેન્ડર કટર, લોહીથી ખરડાયેલ કવર, લોહીના ડાઘા વાળો રૂમાલ, દરવાજા પાસેથી માથાના વાળ, આ બધું જ હત્યામાં વપરાયેલ સાધનો કબજે કર્યા છે અને આ બંને મહિલાઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ કરી છેસમગ્ર ઘટનાથી સાવરકુંડલા શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન ઘટના બની ગઈ છે અને એક મહિલા નાનકડી એવી ઘર કંકાસના ઝઘડાની વાતમાં કેટલી ક્રૂર બની છે તે કલ્પના કરવી પણ અઘરી છે છતાં સાવરકુંડલા શહેરના ફ્રેન્ડ સોસાયટીમાં આ ઘટના બની છે આ બંને માતા પુત્રી ઉપર સમગ્ર બ્રહ્મ સમાજ અને શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે.સાવરકુંડલા શહેરમાં બે મહિલાઓ દ્વારા એક મહિલાની હત્યા એ પણ પૂર્વયોજીત કાવતરું ઘડીને કરવામાં આવેલી ઘટનાને અંજામ આપવા અને મહિલા આટલી ક્રૂર હોઈ શકે જેવી અનેક ચર્ચાઓએ શહેરમાં ચર્ચા નો વિષય બન્યો છે. સાથે સાથે ટુંકા પરિવારમાં બનેલ આ ઘટનાએ આવનારા સામાજીક સમીકરણો ઉપર પ્રકાશ ફેંકી લાલબતી બતાવી છે.