Homeઅમરેલીઅમરેલી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના છ બનાવો

અમરેલી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના છ બનાવો

Published on

spot_img

અમરેલી,
અમરેલી જીલ્લામાં યમરાજાના ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના જુદા જુદા છ બનાવો નોંધાયા હતા. ધારીના જીરામાં યુવાનનું , અમરેલીના વાંકિયામાં યુવતિનું ,રાજુલાના ખાંભલીયા લીલાપીરની ધારમાં રહેતા યુવાનનું તેમજ અમરેલી રોકડ નગરમાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા તેમજ ધારી વાઘાપરામાં યુવાનનું ઝેરી દવા પી જતા અને અમરેલી તાલુકાના વડેરા ગામે વૃધ્ધાનું બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા મોત નિપજયાના બનાવો નોંધાયા છે. ધારી તાલુકાના જીરા ગામે અશ્ર્વિનભાઈ ભરતભાઈ ચારોલીયા ઉ.વ. 20 ને તેના કુુટુંબી ભાઈના પત્નિ સોનલબેન સાથે પ્રેમ સંબંધ હોય અને આજથી એકાદ માસ પહેલા જીરા ગામેથી બંને ભાગી માધ્ાુપુર ગામની સીમમાં પોતે પોતાની મેળે બંનેએ ઝેરી દવા પી જતા અમરેલી સારવારમાં દાખલ કરતા સોનલબેનનું અવસાન થયેલ.અને પોતાને મનમાં લાગી આવતા અશ્ર્વિનભાઈએ પોતે પોતાની મેળે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજયાનું ભરતભાઈ માવજીભાઈ ચારોલીયાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.અમરેલી તાલુકાના વાંકિયા રાધાબેન જીવનભાઈ પાટડીયા ઉ.વ.23 કોઈ અગમ્ય કારણોસર સ્લેબના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજયાનું ભીખાભાઈ સવજીભાઈ પાટડીયાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. રાજુલા તાલુકાના ખાંભલીયાપરું લીલાપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ ભોળાભાઈ વેગડની પત્નિ પિયર મળવા ગયેલ.અને ઘરે એકલા હોય કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની ઓસરીના ઠેલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું પત્નિ કૈલાસબેન રમેશભાઈ વેગડે રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. આ બનાવ અંગે શ્રી વિરજીભાઇ ઠુંમરે તેમના પરિવારજનોની રજુઆતથી આ બનાવ હત્યાનો હોવાની આશંકા દર્શાવી રજુઆત કરી કાયદો અને વ્યવસ્થા પ્રત્યે અસંતોશ વ્યક્ત કર્યો હતો. મરનારનું ભાવનગર પેનલથી પીએમ કરાવવામાં આવી રહ્યા હોવાનું તપાસનીસ અધિકારી શ્રી જાડેજાએ જણાવ્યું છે. અમરેલી રોકડનગરમાં રહેતા વિમલ વિનુભાઈ કાલેણા ઉ.વ. 23 કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે ઓછાડ બાંધી પોતાની મેળે ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું વિનુભાઈ બચુભાઈ કાલેણાએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.ધારી વાઘાપરામાં વિક્રમભાઈ પ્રફુલભાઈ પાટડીયા ઉ.વ.21 કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા મોત નિપજયાનું પ્રફુલભાઈ કાળુભાઈ પાટડીયાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.અમરેલી તાલુકાના વડેરા ગામે રહેતા રાજીબેન શામજીભાઈ બારૈયા ઉ.વ. 91 છેલ્લા 10 વર્ષથી માનસિક રોગની બીમારી હોય જેથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું કાળુભાઈ શામજીભાઈ બારૈયાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

Latest articles

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાય : શ્રી અજય દહિયા

અમરેલી, સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત...

Latest News