રાજુલા,
મધ્ય ગીરમાં તુલસીશ્યામ ખાતે ડુંગરા વિસ્તાર હોવાથી ખૂબ જ તડકો પડતો હતો અને વૃક્ષો પણ પાન કરી રહ્યા હતા અને મંદિરના પટાંગણમાં મંદિર સુધી સવારમાં ઠંડક માટે પાણી રેડવું પડતું અને શ્યામના દર્શને જાતા યાત્રા લોકો માટે પલાળીને કપડા કે ગુણ્યા પાથરવા પડતા હતા. આવો ભયંકર તડકા વચ્ચે આજે સવારે 9:00 કલાકે અડધોથી પોણો ઈંચ વરસાદ પડ્યાના અહેવાલ મળ્યા છે આ વરસાદથી ધુમ તડકામાં આવતા યાત્રા લોકોને ફાયદો થયો છે સંમત વિસ્તારમાં ઠંડકની લહેર પ્રસરી છે તેમજ ગીર વિસ્તારમાં ધીમીધારે વરસાદ થી વરસાદમાં પણ વૃક્ષોને ફાયદો થશે