લાઠી બાબરા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચુકવવા ધારાસભ્યશ્રીની રજૂઆત

બાબરા,

અમરેલી જિલ્લા ના લાઠી બાબરા વિધાનસભા વિસ્તારમાં તા. 14 અને 15 મે ના રોજ થયેલ કમોસમી વરસાદ ને લઈ બાબરા પંથકમાં ભારે પવન અને વરસાદના કારણે લોકોને ખાસુ નુકસાન થયું છે અનુસંધાને આજે લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી તળાવીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો અને ધંધાર્થીઓને થયેલા નુકસાન નુ સર્વે કરાવી વળતર આપવા માંગ કરી છે તેઓએ પત્રમાં લખ્યું છે કે મારા મત વિસ્તારના લાઠી બાબરા બંને તાલુકામાં ગત તા. 14 તેમજ તા. 15મે 2024 ના રોજ થયેલ કમોસમી માવઠું( તેમજ ભારે પવન સાથે વાવાઝોડું આવવાના કારણે લાઠી બાબરા તાલુકાનાં ખેડૂતોને ઉનાળુ બાજરી. તલ મગ જુવાર જેવા પાકોને બહોળા પ્રકારમાં નુકસાન થયેલ છે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો એ પોતાની વાડીમા બનાવેલા. મકાનો ધરાશાયી થવાથી ઉપરના પતરા સહિતના સરસામાન ને પણ ખૂબ જ બહોળો પ્રમાણમાં નુકશાની થયેલ છે લાઠી શહેરમાં તેમજ શહેરી વિસ્તારમાં નાના ધંધાથી કેબીન ધારોકો ખાણી પીણીની લારીઓ ધરાવતા ધંધાર્થીઓ જીનીંગ ધારકો બાબરા. જી.આઇ.ડી.સી ખાતે સંકળાયેલા ૈંહર્કસિર્ચૌહ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે તેમજ ખેડૂતોની ખેતરમાં પડેલ નિરણ ( ઘાસચારો) તમામને મોટા પ્રમાણમાં નુકશાની થયેલ હોય તો આ બાબતે સત્વરે સર્વે કરાવી ખેડૂતોને પાક નુકશાની અંગેનું આપવા અંગેની રજૂઆત કરી છે તેમજ આ બાબતે સત્વરે ઘટતું કરવા વિનંતી કરી