અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં 2.9 હિમોગ્લોબીન ઘરાવતા દર્દીની ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળ સર્જરી

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં 2.9 હિમોગ્લોબીન ઘરાવતા દર્દીની ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળ સર્જરી

અમરેલી,
જુનાગઢ જીલ્લા ના હનુમાનપરા ના 40 વર્ષીય દર્દી વિમુબેન આણંદભાઈ પરમાર જોખમી રીતે ઘાયલ થતા શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે હાડકાના વિભાગ માં સારવાર માટે આવેલ હતા.હાડકાના નિષ્ણાંત ડો.હિતેષ મોરડીયા ના જણાવ્યા મુજબ દર્દીને ડાબા પગમાં અને ડાબા હાથની પાંચમી આંગળીમાં ફ્રેકચર આવેલ હતું.
પરંતુ લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 2.9 સય જેટલું ઓછુ હોવાથી દર્દી ની પરીસ્થિતિ ગંભીર હતી. પરંતુ હોસ્પિટલ દ્રારા દર્દીને ચાર બોટલ જેટલું લોહી ચડાવી બંને ફ્રેકચરના સફળ ઓપરેશન પાર પાડવામાં આવેલ હતું. અને ઓપરેશન માટે દર્દીને ઁસ્વરૂ યોજના નો પણ લાભ મળેલ હતો. દર્દી અને તેમના સગા એ શાંતાબા જનરલ હોસ્પિટલ ના ઓર્થોપેડિક વિભાગ ના ડો.હિતેષ મોરડિયા અને ડો.મિત નાદપરા અને ડો.ખુશાલ વોરા નો આભર વ્યક્ત કરિયો હતો અને સાથે સાથે આ હોસ્પિટલ ના સેવાયગ્ન ના ફાઉન્ડર શ્રી વસંતભાઈ ગજેરા નો પણ દિલથી આભાર માનેલ