બગસરામાં રીસામણે ગયેલ પત્નિ ઉપર પતિએ છરીના સોળ ઘા મારી પોતે આપઘાત કરી લીધો

અમરેલી,
વંથલી તાલુકાના સુખપુર ગામે રહેતી નીરલબેન ભરતભાઈ પરમાર ને તેના પતિ ભરત કરશનભાઈ પરમાર છેલ્લા 14 વર્ષથી શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોય. જે દુ:ખ સહન ન થતા નીરલબેન છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પિયર બગસરા રીસામણે આવેલ હોય. ત્યાં પતિ ભરત કરશનભાઈ પરમાર છેલ્લા ચારેક દિવસથી નીરલબેન પાસે આવેલ હોય.અને નીરલબેન ભરત સાથે બોલતા ન હોય. જે બાબતનું મનદુ:ખ રાખી નીરલબેનને જાનથી મારી નાખવાના ઈરાદે શરીરે જુદી જુદી જગ્યાએ છરીના સોળેક જેટલા ઘા મારી આશરે 50 જેટલા ટાંકા આવે તેવી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બીજી તરફ આ બનાવ બાદ ભરતભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.40ના પત્ની નિરલબેન બગસરા પિયરમાં રિસામણે ગયેલ હોય અને પત્ની તેની સાથે ન બોલતી હોવાથી તેમને છરી વડે જીવલેણ ઇજાઓ કરતાં સારવાર માટે દવાખાને ખસેડાતા પોતાને લાગી આવતા ભરત કરશનભાઇ પરમારે તા.23-5ના સાંજના છ કલાકે ધીરૂભાઇ લાખાભાઇ ધાધલ રહે. બગસરા વાળાની ડેમ વિસ્તારમાં આવેલ વાડીના ગોડાઉનમાં છતના પતરાની પાઇપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયાનું સુરેશભાઇ કરશનભાઇ પરમારે બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ