અગ્નિ કાંડમાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો બચાવ

અગ્નિ કાંડમાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો બચાવ

અમરેલી,
અનેક લોકોનો જીવ લેનાર રાજકોટનાં અગ્નિ કાંડમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો ચમત્કારીક બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તીને સાર્થક કરતા હોય તેમ શ્રી સાદીકભાઇ હુદાણી અને લાલાણી પરિવારનાં સત્કર્મો અને વડીલોની ધર્મ પ્રત્યેની આસ્થાએ આખા પરિવારને બચાવ્યો હતો.
રાજકોટનાં અગ્નિ કાંડમાં ધારીનાં અગ્રણી વેપારી એવા શ્રી સાદીકભાઇ હુદાણી અને લાલાણી પરિવારનો બચાવ થયો હતો. ટીઆરપી ગેમ ઝોનમાં ધારીથી શ્રી સાદીકભાઇ હુદાણી પોતાના પરિવાર સાથે ગયાં હતાં અને અંદર ગેમ ઝોનમાં ગ્રાઉન્ડની કાર રેસ તથા ઉપરનાં માળે વિવિધ રાઇડ્સ અને મનોરંજનની વસ્તુઓનાં વિડીયો અને ફોટોગ્રાફ્સ તેમણે લીધા હતાં. બનાવમાં શું થયુ તે અંગે સાદીકભાઇએ જણાવ્યુ હતુ કે, અમે પરિવારના નવ સભ્યો અંદર હતા અને બહાર નીકળવાની તૈયારી કરતા હતા તેવા સમયે વેલ્ડીંગને કારણે આગ લાગી હતી. સાદીકભાઇએ કહયુ હતુ કે હું દોડીને એકઝીટ જોઇ આવ્યો પાંચમો દરવાજો એકઝીટનો હતો આ રસ્તો હું જોઇ આવ્યો તે સીધો રોડ ઉપર નીકળતો હતો જેથી ભાગી અને હું પરિવાર પાસે આવ્યો અને બધાને બહાર કાઢયા અને જેમને ખબર ન હતી રસ્તાની તેમને પણ આ રસ્તા ઉપરથી બહાર કાઢયા હતા.