રાજુલા
રાજુલા તાલુકાના ખાખબાઇ ગામના પાદરમાં ધાતરવડી નદીમાં વિક્રમ વિષ્ણુભાઇ ચૌહાણ ઉ.વ.15 નદીના ઘુનામાં ન્હાવા પડેલ પોતાને તરતા આવડતું ન હોય જેથી અચાનક ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું કાકા માનસંગભાઇ છનાભાઇ ચૌહાણે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
અમરેલી જીલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક પસાર થતી ધતારવડી નદીમાં કેટલાક યુવકો બાળકો કાળઝાળ ગરમી તાપમાન વચ્ચે નાહવા પડ્યા હતા આ નદીમાં નાહવા જતા પ્રથમ 1 યુવક બચી ગયો હતો અન્ય એક બાળક ડૂબી જતાં તેમના પિતા સહિત લોકો દોડી આવ્યા હતા પરંતુ બાળક મળતો ન હતો જેના કારણે શોધખોળ કરવા માટે લોકો કામે લાગ્યા હતા આ ઘટમાં સ્થાનિક લોકોએ ધારાસભ્ય હીરા સોલંકીને જાણ કરતા ધારાસભ્ય તાત્કાલિક દોડી આવી નદીમાં છલાંગ લગાવી કુદયા હતા બાળકને શોધખોળ કરવા માટે ધારાસભ્ય અને કેટલાક તરવૈયા ટીમો કામ કરતી હતી આ વચ્ચે યુવકનો મૃતદેહ મળતા બહાર કઢાયો હતો મૃતદેહ બહાર કાઢી રાજુલા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે મૃતક વિક્રમભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ ઉમર 16 અને ધોરણ 10માં અભ્યાસ કરે છે આ બાળક નદીમાં નાહવા જતા ડૂબી જવાના કારણે મોત થતા મૃતદેહ બહાર કાઢતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો ઘટનાને લઈ રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે ડોડો આવી હતી 108 નગરપાલિકાની 2 એમ્બ્યુલન્સ દોડી આવી હતી અંતે મૃતદેહ મળતા સ્થાનિક લોકોમાં ભારે શોક છવાયો હતો અહીં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,પુત્ર ભાવેશ સોલંકી,સાગરભાઈ સરવૈયા,કાનભાઈ ગોહિલ,ઉપસરપંચ સહીત સ્થાનિક આગેવાનો મદદ માટે દોડી આવ્યા હતા ઉપરાંત કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા