અમરેલી,
અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં કોવાયા ગામનાં ટોરેન્ટ પાવર જનરેશન પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં કામ કરતા સુીનલ કાંતિલાલ નાઇને છરીની અણીએ ધમકાવી ફોરવ્હીલમાં પરાણે બેસાડી અપહરણ કરી તેમને વાડીમાં ગોંખી રાખેલ હતાં અને આ સુનીલભાઇને છોડાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરતા આ કામના આરોપીઓ સુમરાભાઇ મુળુભાઇ વાઘ, લખમણભાઇ વાજસુરભાઇ રામ, લાલાભાઇ ભાયાભાઇ રામ, ભગવાનભાઇ લાલાભાઇ રામ, કાનાભાઇ વાજસુરભાઇ રામ, અરજણભાઇ વાજસુરભાઇ રામ, બાવાભાઇ વાજસુરભાઇ રામ વિગેરેનાઓ આ પોલીસ પાર્ટી ઉપર હુમલો કરેલ અને પોલીસની બોલેરો આગળ સુમરાભાઇએ પોતાનુ ટ્રેક્ટર નાખી અને પોલીસની અડચણ ઉભી કરી ફરજમાં રૂકાવટ કરેલ હતી અને તમામ આરોપીઓ ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148, 149, 186, 332,353, 504 તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબનું તહોમત ફરમાવવામાં આવેલ હતું.ઉપરોક્ત કેસ મહે.શ્રી રાજુલાનાં એડી.ચીફ જ્યુડી. મેજીની કોર્ટમાં ચાલી જતા ઉપરોક્ત તમામ આરોપીઓને નામ.કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આરોપીઓ તરફે અમરેલીનાં ખ્યાતનામ એડવોકેટ ગીરીશ એમ.દવે તથા વિશાલ દવે રોકાયેલ હતાં.