રાજુલા,
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી અને બાબરીયાધાર ગામની માંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જેન્તીભાઈ પાછાભાઈ શિયાળ નામના યુવકની 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ લાશનો કબજો લેતા માથાના ભાગે ઇજા સામે આવતા પ્રથમ અકસ્માતે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી પરંતુ ઘટનામાં ઇજા હોવાને કારણે સાવરકુંડલા છજીઁ વલય વૈદ્યએ ઘટનાની દાખવી તાત્કાલિક મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રીપોર્ટ માટે ખસેડાય બીજા દિવસે ફોરેન્સિક રિપોટમાં માર મારવાના કારણે ઇજા હોવાને કારણે રાજુલા પોલીસએ મૃતકના ભાઈની ફરીયાદના આધારે હત્યાનો 302 કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો અને આરોપીને પકડવા માટે અલગ અલગ સર્વેલન્સ સ્કોડની ટીમો સહિત કામે લાગી બાબરીયાધાર અમૂલી મહુવાના દુધેરી ગામની વિસ્તારમાં કેટલાક લોકોની પૂછ પરછ હાથ ધરી હતી તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપી નરેશભાઈ સોલંકી તેમની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમા અન્ય આરોપી વિહાભાઈ નામના ઇસમનું નામ પણ ખુલ્યું છે તે હાલ ફરાર છે પરંતુ તેમને ઝડપી પાડવા માટે રાજુલા પોલીસ અને જીઁ હિમકર સિંહની ટીમ લોકલ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાય શોધખોળ હાથ ધરી છે .