ઇફકો દ્વારા 20 ટકા ડિવીડન્ડ જાહેર કરતાં શ્રી દિલીપ સંઘાણી

ઇફકો દ્વારા 20 ટકા ડિવીડન્ડ જાહેર કરતાં શ્રી દિલીપ સંઘાણી

અમરેલી,
ઇન્ડીયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો.ઓ. લી. (ઇફકો)ની વાર્ષિક સાધારણસભા નવી દિલ્હી ખાતે ચેરમેનશ્રી દિલીપ સંઘાણીના અધ્યક્ષતા મળી હતી.
જેમાં ગયા વર્ષે જાહેર કર્યા મુજબ આ વર્ષે પણ સભાસદ મંડળીઓને 20 ટકા ડિવીડન્ટ આપવાનું જાહેર કર્યુ હતું. ઇફકોએ આવતા 20 વર્ષ સુધી 20 ટકા ડિવીડન્ટ આપવાનું ગયા વર્ષે જાહેર કરેલ તે મુજબ આ વર્ષે પણ જાહેરાત થઇ હતી. સભાસદ મંડળીના શેરના પ્રમાણમાં ડિવીડન્ટ અપાશે.
મંડળી સભાસદ ખેડૂતોને તે સમાન ભાગ આપશે. ખેડૂતો પોતાના ખેતરમાં ડ્રોનથી ખાતરનો છંટકાવ કરી શકે તે માટે ડ્રોન બેટરી સ્થળાંતર માટેનું વાહન સહિતનો સેટ આપવામાં આવશે. પ્રથમ તબકકે 2500 ડ્રોન આપવાનું નકકી થયું છે. મંડળીઓને તેનું વિતરણ પણ શરૂ થઇ ગયું છે. મંડળી નિયત ભાડાથી ખેડૂતને તે ભાડે આપશે. તેમાં ઇફકો તરફથી સહાય અપાશે તેમ શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું