અમરેલી,
અમરેલી લોકસભા મત વિસ્તારની બેઠકમાં આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાઇ હતી. સવારે 8 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં સર્વપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરાતાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાને 2500ની લીડ મળી હતી. ત્યાર બાદ સતત મતમાં વધારો થયો હતો. અને પોતાના વિજય તરફ આગેકુચ કરી હતી. લોકસભા ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ચૌહાણ રવજીભાઇ મુળાભાઇ બસપા અને કોંગ્રેસ આપ ગઠબંધનમાંથી જેનીબેન ઠુંમર, ભાજપમાંથી ભરતભાઇ મનુભાઇ સુતરીયા તથા અપક્ષ તરીકે પ્રિતેશભાઇ રાજેશભાઇ ચૌહાણ તથા બાવકુભાઇ અમરૂભાઇ વાળા, ભાવેશભાઇ જયંતિભાઇ રાંક, વિક્રમભાઇ વિશાભાઇ સાંખટ ગ્લોબલ રિપ્બલીકન પાર્ટી અને અપક્ષ માંથી પુંજાભાઇ બાવભાઇ દાફડા ચૂંટણી જંગમાં હતાં. ભાજપના તથાગઠબંધનના ઉમેદવાર વચ્ચે મુખ્ય ર્સ્પધા રહી હતી. છેક સુધી ઉત્કંઠા જગવનાર ચૂંટણીનું પરિણામ જાણવા કોલેજ સર્કલ વિસ્તારમાં જન મેદની ઉમટી પડી હતી. જો કે ટ્રાફિકને ધ્યાને લઇ રસ્તા ડાર્યવર્ટ કરાતાં અન્ય કોઇ સમસ્યા સર્જાઇ ન હતી. મતગણતી મથકમાં 14-14 ટેબલો ઉપર 350 ઉપરાંતના કર્મચારીઓ મત ગણતરીની ફરજ બજાવી હતી.મત ગણતરી થતાં ભાજપના ઉમેદવાર શ્રી ભરતભાઇ સુતરીયાને 580872 અને કોંગ્રેસ તથા આપ ગઠબંધનના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુંમરને 259804 મત મળ્યા હતાં, અને અમરેલી બેઠકમાં ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાનો 580872 મતે ભવ્ય વિજય થયો હતો. આ ચુંટણીમાં ચૌહાણ રવજીભાઇ મુળાભાઇને 7543, સાંખટ વિક્રમભાઇ વીશાભાઇને 5009, પ્રિતેશ ચૌહાણને 1780, પુંજાભાઇ બાઉભાઇ દાફડાને 2621, બાવકુભાઇ અમરૂભાઇ વાળાને 3777, ભાવેશભાઇ જેન્તીભાઇ રાંકને 3671 મત મળ્યાં હતાં. જેમાં ભાજપનાં ઉમેદવાર શ્રી ભરતભાઇ સુતરીયાનો ભવ્ય વિજય થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી લોકસભા મત વિસ્તારમાં 50.07 ટકા મતદાન થયેલું .લોકસભા ચૂંટણીમાં ધારી વિસ્તારમાં 222581 મતદારોમાંથી 102555તથાઅમરેલીવિસ્તારમાં 281869માંથી 178250 અને લાઠી વિસ્તારમાંથી 226196માંથી 111967 તથા સાવરકુંડલા વિસ્તારમાંથી 253055માંથી 118807 અનેરાજુલા વિસ્તારમાંથી 276517માંથી 145404 અને મહુવા વિસ્તારમાંથી 245842માંથી 143126 અને ગારિયાધાર વિસ્તારમાંથી 226750માંથી 107542 મતદારોએ મતદાન કર્યુ હતું. સમગ્ર બેઠકમાં કુલ 1032810 મતદારોમાંથી 8.67.631 મતદારોએ મતદાન કર્યુ હતું.આજે મતદાન ગણતરી થતાં ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરવામાં આવ્યો હતો. અમરેલી લોકસભા બેઠકની મત ગણતરી પ્રતાપરાય કોલેજમાં ચાલતી હતી. એ દરમિયાન ભાજપના ઉમેદવાર શ્રી ભરતભાઇ સુતરીયાની લીડનો આંકડો વધતા ભાજપના ધારાસભ્ય અને મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યશ્રી મહેશ કસવાલા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા, ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાજેશભાઇ કાબરીયા સહિતના આગેવાનો મત ગણતરી કેન્દ્રમાં આવ્યા હતાં અને તમામ વિભાગોમાં મુલાકાત લઇ પોતાની ખુશી વ્યકત કરી હતી.