નદીના પાણીની વહેંચણીને લઈને રાજ્યો વચ્ચે વિવાદ થાય એ કંઈ નવો અધ્યાય દેશના ઘણા રાજ્યો નદીના પાણીની વહેંચણીને લઈને લડી રહ્યા છે અને અદાલતોમાં કેસ પણ લડી રહ્યા છે. વિવિધ સત્તાધીશો સ્થાપિત હિતો છે, પરંતુ તેઓનાથી વિવાદો ઉકેલાતા નથી. કારણ કે એકબીજાની પ્રજા પ્રત્યેની પારસ્પરિક સંવેદના તેઓ પાછલા વરસોમાં ગુમાવી ચૂક્યા છે.
રાજધાની દિલ્હીને યમુનાનું પાણી સરળતાથી આપવાના મુદ્દાએ હવે રાજકીય ધારણ કરી લીધું છે. દિલ્હીમાં જેમ હવાની સ્થિતિ એમ જળસંકટની સ્થિતિ ગંભીર છે. ગુરુવારે, દિલ્હી સરકારની અપીલ પર, સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો કે હિમાચલ પ્રદેશ 137 ક્યુસેક વધારાનું પાણી છોડશે અને હરિયાણા દિલ્હી તરફ પાણીના પ્રવાહને સરળ બનાવશે.
આ ચૂકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી એકદમ સાચી છે કે લઈને કોઈ રાજકારણ ન થવું જોઈએ. આ એક વિડંબના છે કે જ્યારે લોકો તરસ્યા હોય ત્યારે પાણી છોડવાને લઈને ઝઘડો થાય છે અને જે રાજ્ય દબાણ લાવી શકે છે, તે અડગ બની જાય છે. હથનીકુંડ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને લઈને હરિયાણા અને દિલ્હીની સરકારો વચ્ચે ઘણીવાર મડાગાંઠ જોવા મળે
આ વખતે કેજરીવાલની કુશળતાને કારણે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં પહોંચી હતી. આ કેસમાં સુપ્રિમ કોર્ટે કેસ સાથે જોડાયેલા રાજ્યો – ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશને પૂછ્યું કે તેઓ દિલ્હીને કેટલું પાણી આપી શકે છે. હિમાચલ સંમત થયું. હવે હિમાચલ પ્રદેશ હરિયાણાને આગોતરી માહિતી આપીને પાણી છોડશે અને સરકાર હથનીકુંડમાં આવતા વધારાના પાણીને માપશે જેથી કરીને તે વજીરાબાદ અને દિલ્હીને સપ્લાય કરી શકાય.
સ્વાભાવિક છે કે, હરિયાણા દિલ્હીને મળતું પાણી અટકાવી રહ્યું છે કે કેમ તેના પર સર્વોચ્ચ અદાલત નજર રાખશે. અપેક્ષા રાખવી જોઈએ કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે. કોઈ સરકાર કોઈ અડચણો ઊભી કરશે નહીં અને સામાન્ય લોકોને પાણી સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવા દરેક રાજ્ય સાથે મળીને કામ કરશે.
આ સાથે લોકોએ પાણી બચાવવાની સામૂહિક જવાબદારી પણ લેવી જોઈએ, આ માટે તેમણે પાણીના વપરાશ પ્રત્યે જવાબદારી ભર્યું વર્તન અપનાવવું જોઈએ. જેને સુપ્રિમ કોર્ટે પાણી આપવાનું કહ્યું છે હિમાચલ પ્રદેશ અત્યારે સુખી છે પણ પાછલા ત્રણ વરસ એણે જળ સંકટમાં પસાર કરેલા છે. જમ્મુ અને કાશ્મીરના હિંસાચાર અને એની અરાજકતાને કારણે ટુરિઝમની મોટી આવક ઢળતા ઢાળે હિમાચલ પ્રદેશને પ્રાપ્ત થતી હતી.
મુખ્યમંત્રી સુખવિન્દરે રૂપિયા એક હજાર કરોડ રાતોરાત જળસંકટ નિવારવા માટે ફાળવ્યા છે. અગાઉ લાખો પ્રવાસીઓએ હિમાચલ છોડવું પડયું હતું અને અપપ્રચારને કારણે પ્રવાસનને ગંભીર નુકસાન થયું હતું. બધી જ ફાઇવસ્ટાર હોટેલ સૂમસામ પડી રહી. જ્યાં બહારના પ્રવાસીઓનો ઘસારો નથી. હવે આ વરસે હિમાચલને પ્રવાસીઓનો લાભ મળ્યો છે એને કારણે રાહત છે. બુંદેલખંડવ જેવા અનેક પ્રદેશો દેશમાં આજે પણ એવા છે જેને માટે સરકારે કરોડો રૂપિયાના ફાળવવાના બાકી છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સાથે હવે હિમાચલ પ્રદેશ પણ પીવાના પાણીની કટોકટી ભોગવવા લાગતા ઉત્તર અને મધ્ય ભારતના બદલાયેલા હવામાનનો નવો સંકટકાળ જાહેર થવા લાગ્યો છે. પાણીની સમસ્યાને માત્ર વરસાદ સાથે જોડીને અન્ય અનેક પાસાઓની ઊપેક્ષા થઈ રહી છે.
વાસ્તવમાં દેશમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઊંડે જવા છે. કારણ કે કુલ વરસાદી જળ, તેમાંથી થતો સંગ્રહ અને એના વ્યવસ્થાપનની તુલનામાં કુલ વપરાશી જળનું પ્રમાણ બહુ મોટું છે. એની સામે ઉનાળામાં તો નર્મદા સહિતના દેશના સંખ્યાબંધ જળાશયોના તળિયા દેખાવા લાગે છે. વપરાશી જળની માત્રા અધિક હોવાને કારણે ભૂગર્ભજળનું દોહન વધી ગયું છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં 40 મીટરથી વધુ ઊંડે સરી ગયું છે.મધ્ય, દક્ષિણ ગુજરાતમાં પાણીનું સ્તર હજુ ઉપર છે જે પણ આવનારા નજીકના વરસોમાં ઊંડે જશે. બુંદેલખંડમાં સતત દુષ્કાળની પરંપરા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાણી માટે ત્રણ કન્ટ્રોલરૂમની રચના કરી છે. એ કેવી આશ્ચર્યની વાત છે કે માત્ર બુદંલેખંડમાં જ પાણી માટે ઉત્તર પ્રદેશ સરકારે કુલ 564 યોજનાઓ અમલી બનાવી છે તોય પાણીની બૂમાબૂમ યથાવત જળવાઈ છે.
વિશ્વના દેશોમાં કુદરતી સંસાધનોની સાર્વત્રિક ઘટ વર્તાવા લાગી છે. પીવાના તરોતાજા પાણીની અછત એમાં ટોચના ક્રમે છે. દુનિયાના તમામ મહાનગરોમાં પ્રદૂષણને કારણે અને અછતથી પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. શહેરો ગીચ થતા છે. રોજગારી અને ઔદ્યોગિક મંદીને કારણે શહેરો હવે વિરાટ ગામડાંઓ બની ગયા છે, કારણ કે સરકાર જેટલી સગવડ વધારીને શહેરનું નવીનીકરણ કરે છે એનાથી ત્રિગુણિત ઝડપે શહેરી વસ્તી અભિવૃદ્ધ થતી રહે છે.
ગ્લોબલ વોર્મિંગ સહિતના કારણોથી મોસમ બદલાતી રહે છે. વરસાદ હવે આગાહીઓને અનુસરતો નથી. કારણ કે વીજળીક ગતિએ પલટા આવવા લાગે છે. વૃક્ષનો પ્રચાર છે, પરંતુ પ્રજામાં વૃક્ષનો વિચાર નથી, હજુ જંગલો કપાતા રહે છે, પૃથ્વી પરથી હરિયાળી ચાદર સંકેલાતી જ જાય છે. પાણી માટેના નવા સંસાધનો ઊભા કરવા માટેના પ્રોજેક્ટમાં જ કરોડો રૃપિયા સરકારે વહાવી દેવા પડે એવા સંયોગો રચાવા લાગ્યા છે. અખાતી દેશો પાણીની જે અનુભવ કરી રહ્યા છે એ વોટર સ્ટ્રેસ છે. કારણ કે જરૃરિયાતના પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધિ નહિવત્ છે. એ જ પરિસ્થિતિ ભારતના અનેક રાજ્યોમાં હવે સર્જાવા લાગી છે. શહેરોની સાથે જે અભયારણ્યો છે ત્યાં પણ જળસંકટ છે.