અમરેલી,
માનવ સંસ્કૃતિ અને પર્યાવરણ પરસ્પર એક બીજાના પૂરક અને સહાયક છે. આજના સમયમાં ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાને લઇ પર્યાવરણનું સંરક્ષણ જરૂરી બન્યું છે ત્યારે શહેરમાં વૃક્ષોની ઘટ ધ્યાને લઇ પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન દેવાના સંકલ્પ સાથે અમરેલી તમામ વિસ્તારોમાં લીમડા, પીપળ, વડ,ઉમરો સહિત ઔષધીય વૃક્ષો સાથે લુપ્ત થતી પ્રજાતિનાં વિવિધ વૃક્ષો જેવા કે, પિલ્લુ, રાયણ, આંબલી, બોર, ગુદા અને સેતુર જેવા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે. સાથોસાથ, વૃક્ષોનું વાવેતર બાદ જતન થાય તે માટે સામાજિક સંસ્થાઓને સાથે લઈ યુદ્ધના ધોરણે અઠવાડિયાની અંદર કામ શરૂ કરવા માટે તૈયારી બેઠકમાં ચર્ચા કરવામાં આવી,જેમાં તમામ સભ્યો દ્વારા સકારાત્મક અભિગમથી પોતાના અભિપ્રાયો આપ્યા. આમ, શહેરમાં વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવરના વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે તેમજ હવાને શુદ્ધ કરવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં, શહેરની શોભા વધારવામાં તેમજ વાતાવરણ શુદ્ધ રાખવામાં તેમજ પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓને વિશ્રામ સહીત અનેક રીતે ઉપયોગી રહેશે.આમ, પાસાઓને ધ્યાને લઈ અમરેલી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી પ્રથમ ફેઝમાં 10,000 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.