લુણીધારમાં ઇલેક્ટ્રીક કરંટથી નીલગાયનું મોત નિપજાવનાર બે શખ્સોની ધરપકડ

લુણીધારમાં ઇલેક્ટ્રીક કરંટથી નીલગાયનું મોત નિપજાવનાર બે શખ્સોની ધરપકડ

અમરેલી,
શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા હેઠળની લીલીયા વન્યજીવ રેન્જ ના કાર્યક્ષેત્ર માં કુકાવાવ રાઉન્ડની કુકાવાવ બીટના લુણીધાર ગામમાં નીલગાય નો મૂતદેહ બાતમી મળતા શેત્રુજી વન્યજીવ વિભાગ ના નાયબ વન સરક્ષકશ્રી જયન પટેલના માર્ગદર્શન હેઠળ લીલીયા રેન્જ સ્ટાફ દ્વારા તપાસ કરતા નીલગાય જીવ:-1 મૃતદેહ મળી આવતા આ નીલગાય નું પી.એમ કરાવતા નીલગાય ઇલેક્ટ્રિક વીજકરંટ થી મુત્યુ થયેલ જણાતા આસપાસ વિસ્તાર સ્કેનીંગ કરતા અરવિંદભાઈ મોહનભાઈ ગજેરાના ખેતર ફરતે ખુલ્લા વીજવાયર આવતા તેમજ નીગાય ના ઢસરડા આ ખેતર સુધી આવતા જણાતા, અરવિંદભાઈ મોહનભાઈ ગજેરા ઉ.વ-61 ધંધો.ખેતી અને તેનું ખેતીકામ નું ભાગ્યું રાખતા મજુર શંકરભાઈ નાગજીભાઈ શંગોડ બન્નેની પૂછપરચ કરતા આરોપી બન્ને મળી એક સંપ કરી ખેતર ફરતે ખુલ્લા તાર બાંધી તેમાં ઇલેક્ટ્રિક વીજકરંટ પસાર કરી નીલગાય જીવ- 1 નું મૃત્યુ ગુન્હા ની કબુલાત આપતા વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ-1972 ની કલમ:- 2(16),9, 50,51, 52,54 હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી કરી એડવાન્સ રીકવરી પેટે રૂ- 50,000 (પચાસ હજાર પુરા)ની વસુલાત કરી જામીન પર મુક્ત કરેલ. આ કામ માં લીલીયા રેન્જ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જી.ગલાણી, વેટેનરી ઓફિસર એસ.પી.પંડયા. રાઉન્ડ ફોરેસ્ટ એસ.પી.તેરેયા,પી.બી.ચૌહાણ વનરક્ષક એમ.વી.મેર અમજદ કુરેશી જોડાયા