વડીયા, ધારી અને સાવરકુંડલામાં વહેલી સવારે વરસાદ પડયો

વડીયા, ધારી અને સાવરકુંડલામાં વહેલી સવારે વરસાદ પડયો

અમરેલી,
અમરેલી જિલ્લાના વડીયા, ધારી અને સાવરકુંડલા આજે વ્હેલી સવારે હળવા ભારે વરસાદ પડયો હતો. જેમાં વડીયામાં અડધા ઇંચ ઉપર વરસાદ પડી ગયો હતો. જયારે ધારી અને સાવરકુંડલામાં વરસાદના ઝાપટાઓ પડયા હતાં. જયારે અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આજે વ્હેલી સવારે પવન સાથે વરસાદનું ઝાપટુ પડયું હતું. જયારે ગામમાં કોરૂ ધાકોડ હતું. અમરેલી તાલુકાના લાપળીયા ગામે પણ આજે વ્હેલી સવારે પોણો ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આકડામાં વડીયા 16 મીમી, ધારી 4 મીમી, સાવરકુંડલા 4 મીમી વરસાદ નોંધાયો હતો ,રાજુલા તાલુકાના કાતર ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ ધાર વરસાદ આજે પડ્યો રાજુલા શહેરમાં વરસાદી માહોલ હતો પરંતુ વરસાદ થયો નહીં જ્યારે રાજુલા તાલુકાના કોવાયા ગામમાં વરસાદ વરસ્યો જ્યારે સીમમાં વરસાદ જોવા મળ્યો ન હતો કાતર ગામ બાજુમાં સમસાન બાજુ નો ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો મેન બજારમાં પણ પાણી ભારે આવ્યા હતા માત્ર કાતર જ ગ્રામ્ય વિસ્તારમાં દોઢી ઇસ ઉપર વરસાદ પડતા બંધારા અને નાના ડેમો સલ્કાયા હતા કાતરમાં અંગોતરું વાવેતર કર્યું હતું તે ખેડૂતો ખુશખુલ્લા થઈ ગયા હતા બંધારણ ઉપરથી ઓવરફ્લો પાણી જતા રસ્તા પણ બંધ થઈ ગયા હતા આમ કાતર ગામ ખેડૂત અગ્રણી નાનકુભાઈ વરુએ જણાવ્યું કે ત્રણ વખત 15 દિવસમાં વરસાદ પડતા કાતર ગામમાં ખેડૂતો ખુશ છે તેમ જણાવ્યું હતું બીજી તરફ મીઠાપુર કંથારીયા સરોવરડા ભટવદર લોટપુર મોટાભાગના ગામોમાં પાછો આગોતરું વાવેતર કોરામાં કર્યું છે આમ અમુક ગામમાં વરસાદ પડે છે એક ખેતરમાં વરસાદ પડ્યો હોય તો બીજા ખેતરમાં ન પડ્યો હોવાના પણ ઠેર ઠેર આવું જોવા મળે છે બીજા ખેતરમાં જોવા મળતો નથી આવો પણ વરસાદ પડે છે આ વર્ષે આવો વરસાદ પડ્યાના ઠેર ઠેરથી વાવડ આવે છે.