પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડની રજુઆત ફળી : અમરેલી ની ડેરી સાયન્સ કોલેજમાં ફરી પીએચડીની સીટો ફાળવાઈ

વડિયા,

ગુજરાતમાં ખેતી આધારીત ગણાતા અમરેલી જિલ્લા માં ખેતી અને પશુપાલન ના વ્યવસાય આધારિત મોટાભાગની વસ્તી આધારિત છે. ત્યારે ડેરી ઉધોગ ના વિકાસ સાથે અમરેલી ખાતે ડેરી સાયન્સ કોલેજ ફાળવવામાં આવી હતી અને તેમાં ડેરી સાયન્સ માં ઉચ્ચ અભ્યાસ(પીએચડી સુવિધાઓ પણ આપવામાં આવી હતી. અમરેલીની આ ડેરી સાયન્સ કોલેજ માં કોઈ કારણો સર આ પીએચડીની સીટો પર એડમિશન બંધ થતા તેની રજુવાત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ને સ્થાનિક અગ્રણીઓ એ કરી હતી ત્યારે આ જાગૃત નેતા દ્વારા અમરેલી જેવા ખેતી અને પશુપાલન આધારિત જિલ્લા માં ડેરી સાયન્સ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન થાય તે માટે પીએચડીના અભ્યાસ માટે ફરી સીટો ફાળવવા મુખ્યમંત્રીને લેખિત તારીખ 27/09/2023 ના રોજ રજુવાત કરાઈ હતી તેની નોંધ લઇ ને આ બાબતે રાજ્ય સરકાર દ્વારા અમરેલીની ડેરી સાયન્સ કોલેજ માં કામધેનુ યુનિવર્સીટી દ્વારા ફરી પીએચડીનો અભ્યાસ શરુ કરવામાં આવતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ની રજુવાત ને સફળતા મળી છે ત્યારે તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓને પશુપાલન અને ડેરી વિષય પર ઉચ્ચ અભ્યાસ અને સંશોધન કરી સમગ્ર દેશને ફાયદો થાય અને આ ક્ષેત્રે પ્રગતિશીલ બને તે બાબતે અપીલ કરી