લીલીયા,
લીલીયા શહેરમાં સરકારે બનાવેલી ભુગર્ભ ગટર સરદર્દ સમાન બનતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.ગટરના પ્રશ્ર્ને અવાર નવાર રજુઆતો કરી છતા કશુ જ પરીણામ આવ્યું નથી તેથી લીલીયા ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ગટર પ્રશ્ર્ને ઉપવાસ આંદોલન સાથે ગામ સજ્જડ બંધ પાડવા આપેલી ચિમકી મુજબ આજે ચેમ્બર્સ ઓફ કોમર્સના બેનર નીચે તમામ વેપારીઓએ બંધ પાળી પોતાનો રોષ દર્શાવ્યો હતો. લીલીયા શહેરમાં ભુગર્ભ ગટરની અનેક સંસ્થાઓએ રજુઆત કરી છતા ઉકેલ નથી. અગાઉ ગટર પ્રશ્ર્ને ત્રણ ત્રણ વખત બંધના એલાન અપાયેલા છતાં પણ ઉકેલ ન આવતાં ચોથી વખત ગામ બંધનું એલાન અપાયું હતું. અને વેપારીઓએ બંધ પાળી પોતાનું સમર્થન આપ્યું હતું. ભુર્ગભ ગટર જામ થતી જતી હોવાથી લોકોમાં પ્રચંડ રોષ વ્યાપી ગયો છે.લીલીયા પંચાયત પાસે ગટર મેઈનટેન્સના કોઈ જાતના સાધનો પણ નથી તેથી મુશ્કેલી વધી છે.તેથી આજે બંધ સાથે આવેદનપત્ર પાઠવી વેપારીઓએ મામલતદારને આવેનદનપત્ર પાઠવ્યું હતું અને સુત્રોચ્ચાર સાથે રજુઆત કરી હતી. પુર્વ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે પણ પોતાનું સમર્થન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે મારા ધારાસભ્ય કાળ દરમિયાન 10 કરોડ જેવી રકમ મંજુર કરાવેલી છતાં હજુ જેટીંગ મશિન પણ મળ્યું નથી. લીલીયાના પ્રશ્ર્ને હું સાથે રહીશ તેમ જણાવી રોષ વ્યકત કર્યો