ઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર

ઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર

અમરેલી

ગીર પૂર્વ વન વિભાગ ધારીના 08: શ્રી રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક શ્રી ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ મોટા ઝીંઝુડા રેવન્યુમાં ખેડુત દ્વારા તેની વાડીમાં ગેરઘોરણે લોખંડના તારની વાડમાં ઇલેકટ્રીક વીજ પ્રવાહ પસાર કરી ઇલેકટ્રીક શોક આપી વન્યપ્રાણી નિલગાય નર જીવ-1 નું મૃત્યું નિપજાવવા ની બાતમી ના આઘારે તપાસ કરતા (1) હસમુખ પુના રાદડીયા, રહે. મોટા ઝીંઝુડા, (2) દિનેશ કાનજી રાકુસા, રહે. વેળાવદર, તા. ગારીયાઘાર, (હાલ : રહે. મોટા ઝીંઝુડા, તા.સાવરકુંડલા) (3) દેવચંદ લાભુ રાદડીયા, રહે. મોટા ઝીંઝુડાવાળા ત્રણેય આરોપીઓ એ ગુનો આચર્યા બાદ પોતાના ટ્રેકટર વડે નિલગાયના મૃતદેહને ઢસરડી તેમની વાડીથી દૂર અવાવરૂ વિસ્તારમાં નાખી ગુનો છુપાવેલ ત્રણેય સામે ઘોરણસરની કાર્યવાહી કરી શ્રી વાય.ઓ.જુણેજા (ફોરેસ્ટર-સાવરકુંડલા), બી.બી.મકવાણા (ફોરેસ્ટર), પી.સી.થળેસા, (વનરક્ષક) દ્વારા પકડી પાડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળની કલમ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા એડવાન્સ રીકવરી પેટે રૂ.150000/- (રૂગ. એક લાખ પચાસ હજાર પુરા) નો દંડ વસુલ કરવામાં આવેલ