અમરેલી બાયપાસ વિસ્તારમાં ઘરફોડ ચોરીના મુદામાલ સાથે આરોપી ઝડપાયો

અમરેલી બાયપાસ વિસ્તારમાં ઘરફોડ ચોરીના મુદામાલ સાથે આરોપી ઝડપાયો

અમરેલી,
અમરેલી બાયપાસ રોડ વિસ્તારમાં રવિ નથુભાઇ મારવાડી ઉ.વ. 20 રહે. સુરેન્દ્રનગર વાળાને ચોરીના મુદામાલ સાથે પકડી પાડી અમરેલી એલસીબીએ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. ગુનાની વિગત એવી છે કે દર્શનભાઇ ચંદુભાઇ ગોહીલ અમરેલી બાયપાસ રોડના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોરે પ્રવેશ કરી 10 હજાર રોકડ અને 22 હજારનો મોબાઇલ મળી 32 હજારનો મુદામાલ ચોરી ગયેલ. તેવી ફરીયાદ થતા અમરેલી એલસીબીએ પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે ઘરફોડ ચોરીના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો