Homeઅમરેલીડીએફઓ, કલેકટર સહિતનાઓની મનાઈ હુકમ સામે અપીલ ધારીની સેશન્સ કોર્ટ દ્વારા રદ...

ડીએફઓ, કલેકટર સહિતનાઓની મનાઈ હુકમ સામે અપીલ ધારીની સેશન્સ કોર્ટ દ્વારા રદ કરાઈ

Published on

spot_img

ધારી,

ધારી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં મુળવાદી જીણીબેન ટપુભાઈ પરેશાના કુલ મુખત્યાર વતી વર્ષ 2019 મા દાવો દાખલ કરેલ હતો જે સ્પેશ્યલ દિવાની મુકદમાના કામે કોર્ટ દ્વારા તા. 4-1-21 ના રોજ વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ આપેલ હતો. જે મનાઈ હુકમની સામે ડી.એફ.ઓ. , કલેકટરશ્રી, ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફીસર, ડેપ્યુુટી કલેકટરો અને મામ.શ્રી ધારીના ઓએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. આ અપીલ દાખલ થતા મુળ વાદી (અપીલના સામાવાળા) તરફે વકીલશ્રી રવિકુમાર બી. જોષીએ લેખીત જવાબો, દસ્તાવેજી પુરાવાઓ , અને કાયદાકીય છણાવટ અને નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના જજમેન્ટો રજુ કરી ધારદાર દલીલો કરેલી. જે દલીલોને ધ્યાને લઈ નામદાર ધારીના થર્ડ એડી. સેશન્સ જજ શ્રીશેખ દ્વારા મુળ વાદી એટલે કે અપીલના સામાવાળાની તરફેણમાં ચુકાદો આપેલ અને અપીલ રદ કરેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અપીલના એપેલન્ટસ એટલે મુળ દાવાના કામના પ્રતિવાદીઓ તત્કાલીન કલેકટર આયુશ ઓક, ડી.એફ.ઓ. અંશુમન શર્મા, વગેરે -5 ને મુળ દાવાના કામે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ધારી દ્વારા દંડ પણ કરવામાં આવેલ હતો જે દંડની રકમ મુળ વાદીને અપાવેલ હતી. મુખ્ય દાવાની મુળવાદી અને અપીલના સામાવાળા તરફે વકીલશ્રી તરીકે રવિકુમાર બી. જોશી રોકાયા હતા.

Latest articles

24-10-2024

23-10-2024

22-10-2024

20-10-2024

Latest News

24-10-2024

23-10-2024

22-10-2024