બાબરાનાં વલારડીમાં કુવામાં પડી જતા સાત વર્ષની બાળકીનું મોત

બાબરાનાં વલારડીમાં કુવામાં પડી જતા સાત વર્ષની બાળકીનું મોત

અમરેલી,
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાલરડી ગામ મુકામે આવેલ લાલજીભાઈ રામાણી ના વાડી ના 100 ફૂટ ઊંડા કૂવામાં કોઈ બાળકી પડી ગયેલ હોય તેની ટેલીફોનિક જાણ કરવામાં આવેલ તેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી 100 ફૂટ ઉંડા કુવામાં પડેલ બાળકીનું બોડીનું રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસ કરતા મૃતક નું નામ – ધુમલી જામરે ઉ.વ.7 હોવાનું બહાર આવ્યું