અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જીલ્લાના ખાંભામાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.લાઠી તાલુકાના અકાળામાં ધીમીધારે 1 ઈંચ વરસાદ પડી જતા ખેતી પાકને જીવતદાન મળ્યું હતુ અને ઉપરવાસમાં સારા વરસાદથી ગાગડીયો નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમ રાજુભાઈ વ્યાસની યાદીમાં જણાવેલ છે. અમરેલી તાલુકાનાં ચિતલમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યાનું હરેશભાઇ ધંધ્ાુકીયાએ જણાવેલ. જ્યારે પીપાવાવ અને નાગેશ્રીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના આંબરડી ગામે વરસાદના હળવા ઝાંપટા પડ્યાનું શુભાષભાઈ સોલંકીએ જણાવ્યું હતુ. દામનગરથી વિનુભાઈ જયપાલના જણાવ્યા અનુસાર રામપર ગામે સારો વરસાદ પડ્યાનું જણાવેલ. જ્યારે ધારી શહેર અને પંથકમાં અડધો ઈંચ વરસાદ પડેલાનું ઉદય ચોેલેરાની યાદીમાં જણાવાયું હતુ. દલખાણીયાથી યોગેશ સોલંકીના જણાવ્યા અનુસાર દલખાણીયામાં હળવા ભારે વરસાદના ઝાંપટા પડ્યા હતા. જ્યારે ગીર કાઠાના કોટડા, પાણીયામાં સારો વરસાદ પડ્યાનું જણાવ્યું હતુ.લાઠી શહેરમાં અડધો ઈંચ વરસાદ પડ્યાનું વિશાલ ડોડીયાએ જણાવ્યું હતુ.ભીંગરાડમાં પણ સારો વરસાદ પડ્યો હતો.લીલીયા તાલુકાના હાથીગઢ,સાજણટીંબા, બોડીયા, ભેંસાણ,હરીપર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે પોણો ઈંચ વરસાદ પડી જતા ખેતી પાક ઉપર કાચું સોનું વરસ્યાનું શ્રી કાંત દાદા દવે એ જણાવેલ. કુંકાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના હળવા ભારે ઝાંપટા પડયાનું કીર્તીભાઈ જોષીની યાદીમાં જણાવ્યું છે. જ્યારે વડીયામાં એક ઈંચ વરસાદ પડ્યાનું ભીખુભાઈ વોરાએ જણાવ્યું હતુ.મોટા આકડીયામાં ધોધમાર એક ઈંચ વરસાદ પડ્યાનું મનોજભાઈ ત્રીવેદીએ જણાવ્યું હતુ. અમરેલી શહેરમાં 6 વાગ્યા સુધીમાં વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયા બાદ ફરી 6 વાગ્યા પછી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતાં અને પોણાથી એક ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. અમરેલી જીલ્લા ફ્લડ કંટ્રોલરૂમમાં સાંજના 6 સુધીમાં નોંધાયેલ વરસાદમાં કુંકાવાવ-વડીયા 30 મીમી, લાઠી 17 મીમી, અમરેલી 34 મીમી, ધારી 8 મીમી, સાવરકુંડલા 2 મીમી, ખાંભા 49 મીમી, જાફરાબાદ 12 મીમી, રાજુલા 4 મીમી, વરસાદ નોંધાયો