Homeઅમરેલીઅમરેલી શહેરમાં થયેલ ચીલ ઝડપનાં ગુનામાં આરોપીઓને ઝડપી લીધા

અમરેલી શહેરમાં થયેલ ચીલ ઝડપનાં ગુનામાં આરોપીઓને ઝડપી લીધા

Published on

spot_img

અમરેલી,
ગઇ કાલ તા.15.07.2024 ના રોજ વલ્લભભાઈ પોપટભાઈ પરવાડીયા, રહે.વરૂડી, તા.જિ.અમરેલી વાળાની અમરેલી, જુના માર્કેટ યાર્ડ સામે આવેલ અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં હતા તે દરમિયાન અજાણ્યા ઇસમો આવી, સીમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઇને અંદર લઇ જઇ, દુકાનના કાઉન્ટરમાં રાખેલ રોકડા રૂ.98,400/- ની ચીલ ઝડપ કરી, વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈ, ઓટો રીક્ષામાં નાશી જઈ ગુનો કરેલ હોય જે અંગે વલ્લભભાઈએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. 11193003240451/2024, બી.એન.એસ. કલમ 304(2), 34 મુજબનો ગુનો રજી. થયો હતો. ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહે જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરી/લુંટમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ. અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પરના સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ. સી.સી.ટી.વી. ફુટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલ ઓટો રીક્ષાના નંબરો મેળવી, તપાસ દરમિયાન ચાર ઇસમોને ઉપરોકત ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રીક્ષા, તથા ચીલઝડપમાં ગયેલ રોકડ સાથે પકડી રાજેન્દ્ર રૂપસીંગ ધાધલ, ઉ.વ.32, રહે. જામનગર, હાપા રેલ્વે સ્ટેશન બાજુમાં, ખારી વિસ્તાર, જિ.જામનગર., ધનસીંગ રામસીંગ સોલંકી, ઉ.વ.19, રહે.જામનગર, હાપા રેલ્વે સ્ટેશન બાજુમાં, ખારી વિસ્તાર, જિ.જામનગર., સન્ની ભીમસીંગ પરમાર, ઉ.વ.22, રહે.જામનગર, હાપા રેલ્વે સ્ટેશન બાજુમાં, ખારી વિસ્તાર, જિ.જામનગર., ધનસીંગ છોટુભાઈ ડાભી, ઉ.વ.20, રહે.જામનગર, હાપા રેલ્વે સ્ટેશન બાજુમાં, ખારી વિસ્તાર, જિ.જામનગરને પકડી પાડી મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ તથા હેડ કોન્સ.કિશનભાઈ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, ભાવિનગીરી ગૌસ્વામી,રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...