Homeઅમરેલીઅમરેલીમાં નકલી જંતુનાશક દવાની ફેકટરી ઝડપાઇ

અમરેલીમાં નકલી જંતુનાશક દવાની ફેકટરી ઝડપાઇ

Published on

spot_img

અમરેલી,

અમરેલી તાલુકા હદ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને કોઈપણ પરવાના કે લાયસન્સ વગર બનાવટી જંતુનાષક દવાઓ તથા અલગ અલગ કેમીકલના બેરલ મળી કુલ નંગ.876 જેની કિંમત રૂ.12,19,400 તથા ખોટી બનાવટી માલ નિષાની વાળી કંપનીનો લેબલ સ્ટીકરો તેમજ સીલપેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કિંમત રૂ.49,000 મળી કુલ રૂ.12,88,400 ના મુદામાલ સાથે બનાવટી જંતુનાષક દવા બનાવતી ફેક્ટરી અમરેલી એસઓજી ટીમે ઝડપી લીધી છે.આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર વિભાગીય પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર દ્વારા ચોરી છુપીથી અને અનઅધીકૃત રીતે ચીઝ વસ્તુઓનું મીલાવટ કરી બનાવટી પેકીંગ કરી માનવજાતના આરોગ્ય સાથે ચેડા કરી આવી ચીઝ વસ્તુઓનું ઉત્પાદન વેંચાણ કરનાર સામે કાર્યવાહી કરવા સુચના આપતા અમરેલીના એસપી શ્રી હીંમકરસિંહ ના માર્ગદર્શન નીચે અમરેલી એસઓજીના ઈન્સપેક્ટર આર.ડી.ચોૈધરી તથા પી.એસ.આઈશ્રી કે. એમ. મોરી અને એન.બી.ભટ્ટ તથા એસઓજીની ટીમે અમરેલી જીલ્લામાં બનાવટી ડુપ્લીકેટ દવાઓ બનાવનાર શખ્સોની માહિતી મેળવી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પ્રયત્નશીલ રહેલ હોય તે અંતર્ગત અમરેલી એસઓજી ટીમે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી મળતા અમરેલીના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધ્ોશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ પડસાલા ગેસ ગોડાઉનની સામે આવેલ વાડીમાં બીનઅધીકૃત જંતુનાષક દવાઓની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી આધારે દરોડો પાડી અલ્કેશ ભાનુભાઈ ચોડવડીયા ઉ.વ.47 ધંધો વેપાર રહેવાસી,અમરેલી મનસીટી ઝડપી લઈ દવાઓનો જથ્થો તથા બનાવા માટેની સાધન સામગ્રી કબ્જે કરી ધોરણ સર કાર્યવાહી કરી છે.એસઓજીએ આ દરોડામાં જંતુનાષક દવાના બેરલ 876 તથા સ્ટીકર લેબલ મશીન મળી કુલ 12,88,400 નો મુદામાલ કબ્જે કરેલ છે. આ દરોડમાં અમરેલી એસઓજી પીઆઇ આર.ડી. ચૌધરી, પીએસઆઇ કે.એમ. મોરી, એન.બી ભટ્ટ, એસઓજી ટીમના એએસઆઇ યુવરાજસિંહ સરવૈયા, નાજભાઇ પોપટ, સંજયભાઇ પરમાર, હે. કોન્સ. મનિષદાન ગઢવી, અરવિંદભાઇ ચૌહાણ, પો.કોન્સ. દેવાંગભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ પોપટાણી, જયરાજભાઇ વાળા, જનકભાઇ કુવાડીયાએ ફરજ બજાવી હતી.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...