બાબરા,
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકરસીંહે અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓડીટેક્ટ કરવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ અમરેલીના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ 420,406 મુજબના ગુન્હો તારીખ-24/12/2023 ના ક. 10/00 થી 10/30 વાગ્યે મોજે તાઇવદર ગામે બનેલ હોય અને તારીખ-16/07/2024 ના ક 15/30 વાગ્યે ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે બનાવ ની હકીકત એવી છે કે આ કામે ફરીયાદી બાબરા તાલુકાના તાઇવદર ગામે રહેતા ફરીયાદીના પત્નિનુ એક વર્ષ પહેલા બિમારીના કારણે મોત થયેલ હોય જેથી આધાતમા બેચેન રહેતા હોય અને આજથી આંઠેક મહીના પહેલા આરોપીનો પરીચય થતા ફરીયાદીને ખોટા ભ્રમ અને અંધ શ્રધ્ધામા નાખી તેમની પત્નિને સોનાના દાગીનામા મોહ હોય જેથી વિધી કરાવી ઘરમા સુખશાંતી માટે ફરીયાદીને વિશ્વાસમા લઇ મલીન ઇરાદાથી ફરીયાદીના ભોળપણનો લાભ ઉઠાવી વિધી કરવાના બહાને ફરીયાદીના સોનાના દાગીના ભોળવી લઇ ગયેલ હોય વિ. બાબતે બાબરા પોલીસ સ્ટેશનમા ફરીયાદીએ ફરીયાદ આપતા જે આરોપીના મોબાઇલ નંબર મેળવી ટેકનીકલ આધારે આરોપીની તપાસ કરાવી આરોપીને શોધી કાઢી બાબરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા પોતે ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી મેળવેલ સોનાના દાગીનાના મુદામાલ એક સોનાના ઢાળમાં કિ.રૂ-1,29,500/- ના મુદામાલ સાથે વિશ્વાસઘાત તથા ઠગાઇ કરનાર નીલેષકુમાર દીનેશચંદ્ર વ્યાસ ઉ.વ.33 ધંધો.કર્મકાંડ રહે.મલેકપુરવડ તા.વડનગર જી.મહેસાણા હાલ.રહે. ભાવનગરવાળાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ.