અમરેલી,
લાઠી પો.સ્ટે.ના ટોડા ગામે મકાનના તાળા તોડી ગે.કા. પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાંથી રોકડ રૂ.30,000/-તેમજ મકાનની ઓશરીમાં લટકાવેલ પંખો જેની તથા રસોડામાંથી રસોઇ બનાવવાનું એક સ્ટીલનું કુકર જેની કિ.રૂ.500/- મળી એમ કુલ રૂ.31,500/- ના મુદ્દામાલની તથા મતિરાળા ગામે દુકાનોના શર્ટર ઉંચા કરી એલ.સી.ડી ટી.વી જેની કિ.રૂ.10000/- તથા દુકાનનાં ગલ્લામાં રહેલ જરૂરી ડોક્યુમેન્ટના પાકીટની ચોરી કરી કુલ રૂા.41,500/- ની ચોરી કરી ગુન્હો આચરી નાસી ગયેલ હોય અને આ કામે ફરીયાદીઓની આધારે લાઠી પો. સ્ટે. પાર્ટ એ. પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલીેએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક ચીરાગ દેસાઈ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોયઅમરેલી જીલ્લા પોલીસ દ્વારા લોકભાગીદારીથી અમરેલી જીલ્લામાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા પૈકી લાઠી પો.સ્ટે. વિસ્તારના ટોડા તથા જરખીયા તથા મતીરાળા તથા આજુબાજુના ગામના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા ત્રણ શંકાસ્પદ આદીવાસી મજુરો જાણાય આવતા હોય જેથી ગામોના વાડીના ખેતમજુરોની તપાસ કરવામા આવેલ અને ખીજડીયા જંકશનની પાસે આવેલ ચોકડી ખાતે અગાઉના આજુબાજુના ગામના સી.સી.ટી.વી. મા જણાઇ આવેલ શંકાસ્પદ ઇસમો અંગે વોચ રાખતા, આ કામે ત્રણ શંકાસ્પદ ઇસમો એક મોટર સાયકલ લઇને સદરહુ ચોકડીએ નીકળતા તેઓ ત્રણેયને ઉભા રાખી જોતા આ ત્રણેય ઇસમો આજુબાજુના ગામના સી.સી.ટી.વી. મા આવેલ શંકાસ્પદ ઇસમો જ હોય, જેથી ત્રણેય ઇસમોની પુછપરછ કરતા કરતા ત્રણેય ઇસમોએ મતીરાળા તથા ટોડા ગામે ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી ત્રણ શખ્સો કુંદન વાલસિંહ ભુરીયા, હતરૂ મંગલસિંહ મસાણીયા, આશિષ ઉર્ફે રાકેશ કરણભાઈ મસાણીયા ને પકડી પાડી પુછપરછ હાથ ધરી છે.