Homeઅમરેલીસ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિ.એ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 96 ટકા રેટ...

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિ.એ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 96 ટકા રેટ સાથે પ્લેસમેન્ટ રાઉન્ડ પૂર્ણ કર્યો

Published on

spot_img

અમદવાદ,
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે સફળતાપૂર્વક પ્લેસમેન્ટ રાઉન્ડ પૂર્ણ કર્યો હોવાની કરી છે. વર્ષ દરમિયાન, વિદ્યાર્થીઓએ અગ્રણી સ્ટાર્ટઅપ્સ, મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અને જોડાણ કરવાની તક મળી હતી. પ્લેસમેન્ટની સફળતાનો રેટ 96 ટકા રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2024માં વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 5.4 લાખનું એવરેજ પેકેજ ઓફર કરવામં આવ્યું હતું.બી.ટેક (કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ એન્જિનિય રિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ), બીએસ સી એગ્રિકલ્ચર, કેમિકલ એન્જિનિયરિંગ, બીબીએ, એમબીએ, બીસીએ. એમસીએ, ડિપ્લોમા અને કોમ્પ્યુટર સાયન્સ સાથે એમ.ટેક સહિત વિવિધ વિષયોના વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં પ્રત્યેક વિદ્યાર્થીઓ ઉંચા પદ અને પેકેજ મેળવવામાં સફળ રહ્યા છે.સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ શ્રી આદિ જૈને જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ રાઉન્ડમાં અમારા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનો અમારી સંસ્થાના વધારો કરે છે. વિવિધ તકો અને પ્લેસમેન્ટનો ઉંચો દર યુનિવર્સિટીની કૌશલ્યના વિકાસ અને ઈનોવેશનને વેગ આપવાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. અમારા અભ્યાસક્રમને ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાના અમારા સતત પ્રયાસોએ અમારા વિદ્યાર્થીઓને આ સફળતા અપાવી છે. અમે અમારા વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થવા પ્રતિબદ્ધ છીએ.સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને યુનિવર્સિટીમાં આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં તેમજ કેમ્પસની મુલાકાત લેતી કંપનીઓની વિવિધતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.2024માં, લગભગ 258 કંપનીઓએ કેમ્પસમાં અને કેમ્પસની બહાર એમ બંને રીતે વર્ચ્યુઅલ મોડ અથવા તો ફેસ ટુ ફેસ મોડમાં યુનિવર્સિટીના પ્લેસમેન્ટ રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં સર્વિસ,ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેલ્થકેર, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોની કંપનીઓ સામેલ હતી. તેમાં ક્લિપકાર્ટ, મારૂતિ સુઝુકી, એસ્ટ્રાઝેનેકા, ટીસીએસ, અમેરિકન એક્સપ્રેસ, ઈન્ડિયામાર્ટ, લોરિયલ, બાયજૂસ, એક્સિસ બેન્ક, વિપ્રો અને ંર્જીઁૈંઘઈઇ પ્રાઈવેટ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ થઈ હતી.કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ક્ષેત્રે જૈનિશ પ્રજાપતિ, શરદ એસ પંચાલ અને જયસ્વાલ વિનિત કુમાર. મુકેશ કુમાર સહિત યુનિવર્સિટીના સૌથી વધુ પેકેજ મળ્યા હતા. વધુમાં ધીરજ ચૌધરી ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી અમેરિકા સ્થિત સાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવામાં સફળ રહ્યો હતો. જો કે, તેણે ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ માટે પ્રવેશ લીધો હતો.પ્લેસમેન્ટ રાઉન્ડ્સ માટે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ કેમ્પ્સ ભરતી તાલીમ આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને કંપનીની અનુરૂપ કસ્ટમાઇઝડ તાલીમ, મોક ડ્રાઇવ્સનું આયોજન કરાયું હતું. તેમજ સેમિનાર અને વેબિનારની શ્રેણી સાથે પ્લેસમેન્ટ રાઉન્ડ માટે વિદ્યાર્થીઓને સજ્જ કર્યા હતા.વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો: ડો. શશિકાંત ભગત 9726098398નું સંપર્ક કરવા જણાવેલ

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...