રાજુલા,
જાફરાબાદ રાજુલા બે તાલુકાના જોડતો રસ્તો ખાલસા કોળી કંથારીયા વચ્ચે વરસાદમાં તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં તાત્કાલિક રોડ રીપેરીંગ કરવા પાંચ ગામના લોકોની માંગણી રાજુલા જાફરાબાદ બે તાલુકાની જોડતો સોતરા કંથારીયા રોડ વરસાદના કારણે ખાલસા કંથારીયા ને કોળી કંથારીયા બાજુમાં ઓચિંતા ગાબડા પડી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક બાજુ પાઇપલાઇન છે ગામની બાજુમાં અને બીજી બાજુ રોડ તૂટી ગયો હોવાથી ભારે વાહનો નીકળી શકે તેમ નથી આ અંગે આજે રાજુલા ખાતે બાંધકામ કચેરીમાં જિલ્લા કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ તથા કારોબારી અનિરુદ્ધભાઇ વાળા તથા સરપંચો દ્વારા તાત્કાલિક આ રોડ ઉપર મેટલિંગ આવે તેવી માંગણી કરવામાં આવી છે આ રૂટમાં બગસરા મહુવા ખાંભા રાજુલા સહિત એસટી બસ સેવા ચાલુ હોવાથી બસ અહંકારવી પણ મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તો રીપેરીંગ કરવામાં આવે જેથી વાહન ચાલકો ખેડૂતો તથા નાના વાહનો મુશ્કેલીમાં મુકાયા છે તો તાત્કાલિક રીપેરીંગ કરવા માંગણી કરી