અમરેલી,
બગસરા અમરેલી વિસ્તારમાં સતત વરસાદ છતા પણ જિલ્લાના જળાશયોમાં ધીમી આવક શરૂ થઇ છે.
જો કે આજે સવારથી બગસરા પંથકના ભારે વરસાદથી સાતલ્લી બેકાઠે વહી અને શેત્રુજીમાં ભળી હતી અને તેમા બગસરાની સાતલ્લીમાં ઘોડાપુર લોકમાતા શેત્રુજીમાં ભળતા શેત્રુજી નદી ગાંડીતૂર બની હતી બગસરાના છ ઇંચ વરસાદથી બાબાપુર પાસે સાતલ્લી નદીમાં ઘોડાપુર આવ્યા હતા તથા ગાવડકા પાસે શેત્રુજી બે કાંઠે વહી હતી અને લીલીયાના શેઢાવદર-જુના સાવરના માર્ગે શેયઉજી નદીમાં આવેલા ભારે પુર જોવા લોકો આવ્યા હતા.બગસરાને બાદ કરતા પડેલા સતત ધીમા વરસાદથી અમરેલી જિલ્લાનાં જળાશયોમાં નવા નીરની આવક થઇ છે અમરેલી જિલ્લામાં હળવા ભારે વરસાદ પડવાનાં કારણે જિલ્લાનાં જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી. જેમાં ખોડીયારમાં 0.9 મીટર, ધાતર-1 0.3 મીટર, રાયડી 0.5 મીટર, વડીયા 13 ફુટ, મુંજીયાસર 18 ફુટ જેમાં 4.9 ફુટ નવુ નીર આવ્યું, ધાતર-2માં 0.1 મીટર પાણીની આવક થઇ હતી.