રાજુલા,
રાજુલા જાફરબાદ છેવાડાના વિસ્તારમાં સામાન્ય રીતે ચોમાસામાં ખેતીનો મુખ્ય આધાર હોય છે જાફરાબાદ ના કર્મનિષ્ઠ ખેડૂતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ કડીયાળી મુકામે રહેતા પ્રવીણભાઈ સાંખટ 25 વિઘા જમીન ધરાવે છે આ ખેડૂતે અત્યાર સુધી વર્ષમાં એક જ વખત પાક લેતા હતા પણ હવે પોતાની 25 વિઘા જમીનમાંથી એક વિઘામાં તળાવ બનાવી નાખ્યું છે જેથી વરસાદનું દરિયામાં જવાને બદલે આ તળાવમાં જાય છે 30 ફૂટ ઊંડા તળાવમાં પાણીનો સંગ્રહ થાય છે અહીં અન્ય 24 વિઘામાં આવેલ કૂવાઓ રિચાર્જ થાય છે અને આખું વર્ષ ઘઉં કપાસ શીંગ જેવા પાકોની ખેતી કરે છે જાફરાબાદ ના નાના એવા વડલી ગામના ખેડૂતે આ અનોખી સિદ્ધિ હાંસલ કરી અન્ય ખેડૂતોને રીતે પ્રગતિશીલ ખેડૂત બનવા પ્રેરણા પુરી પાડી