વડિયા,
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી રાજકોટ જતા બાટવા દેવળી સુધી અમરેલી જિલ્લા ના રોડની સરહદ આવે છે આ રોડ ધારી, બગસરા, વડિયા સહિતના વિસ્તાર ના વાહનોને રાજકોટ જવાનો મુખ્ય રોડ માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આ રોડ અતિ બિસ્માર હાલત માં છે તેમાં એક ફૂટ જેટલા અસંખ્ય ખાડાઓ આ રોડ પર પડી ચુક્યા છે ત્યારે ચોમાસાની તુ માં આ ખાડાઓમાં પાણી ભરાતા અહીંથી વાહન ચાલકો જાણે હીંચકા ખાતા ખાતા વાહનો ચલાવતા હોય તેવી સ્થિતિ છેલ્લા બે વર્ષ થી જોવા મળી રહી છે તો બીજી બાજુ આ બાબતે અગાવ પણ અનેક વાર સ્થાનિક અગ્રણીઓ અને લોકો દ્વારા રજુવાતો કરવમાં આવી છે સાથે સોશ્યલ મીડિયા અને મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે છતાં ગાઢ અબે મીઠી નિંદ્રા માં પોઢેલા તંત્ર ના પેટનું પાણી પણ હલતું નથી તેમ આ રસ્તે થી પસાર થતા લોકો માટે અકસ્માત રૂપી મુસીબત સમાન બનેલો આ રોડ ની કોઈ પરવા કરતુ ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.આ બાબતે મીડિયા દ્વારા અહીંથી પસાર થતા લોકોની રૂબરૂ મુલાકાત લઇ તેમના અનુભવ ની પૂછપરછ કરતા તમામ લોકો અંતિમ હદ સુધી ત્રાસી ગયેલા હોય તેવુ જણાવ્યું તો કોઈ વાહન ચલાકે તો ત્યાં સુધી જણાવ્યું કે કોઈ પ્રસુતાના ડીલેવરી સમયે વાહન આ રસ્તેથી પસાર થાય તો તે હોસ્પિટલ પહોંચી પણ ના શકે તેવો આ રસ્તો બે વર્ષ થી બિસ્માર હાલત માં છે ત્યારે રોજિંદા લોકો અહીંથી પસાર થાય છે તે અને અનેક રાજકોટ, ગોંડલીયા જતા દર્દીઓ માટે નોં પણ આ મુખ્ય માર્ગ છે ત્યારે તંત્ર ને દર્દીઓના દુ:ખ પ્રત્યે સંવેદના દાખવતું હોય તો અત્યંત પીડા દાયક આ રસ્તાની કામગીરી તાત્કાલિક શરુ કરવી જોઈએ તેવુ સમગ્ર વિસ્તાર ની પ્રજા ની માંગણી