અમરેલી,
ગઇ તા.16/08/2024 ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે દેરડી(કુભાજી) રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદીરના દરવાજા ગ્રીલના નકુચા તોડી, રાખેલ ચાંદીનું છત્તર તથા પંચધાતુના શેષનાગ તથા દાન પેટ્ટીની રકમની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે ભાવેશભાઇ બાબુભાઇ માથુકીયા રહે.મોટી કુંકાવાવ, તા.વડીયા, જિ.અમરેલી વાળાએ અજાણ્યા ચોર ઇસમો સામે ફરીયાદ નોંધાવેલી આ બનાવ અંગે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકિકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે ચાર પરપ્રાંતીય શખ્સો પ્રતાપ પ્રેમસિંગ ભુરીયા, પ્રકાશ ઉર્ફે અરવીંદ જુવાનસિંગ ભુરીયા, બિલામ ઉર્ફે સુરેશ મંગરસિંગ ભુરીયા, ઉર્ફે રાકેશ પ્રેમસિંગ ભુરીયાને પકડી પાડી, મંદીર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. ચાંદીના છતર, પંચ ધાતુના શેશનાગ, મોબાઇલ ફોન, સ્પલેન્ડર મો.સા. મળી કુલ 1 લાખ 9 હજારનો મુદામાલ કબ્જે કરેલ