અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે સાવરકુંડલા તાલુકાના દેત્તડ ગામે જાહેરમાં પૈસા હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે તુલશીભાઇ જયસુખભાઇ વાઘેલા, ઉ.વ.25, રહે.દેત્તડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી., કેશાભાઇ વાઘેલા, ઉ.વ.35, રહે.દેત્તડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી., હિંમતભાઇ છગનભાઇ વાઘેલા, ઉ.વ.4પ, રહે.દેત્તડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી., રૂખડભાઇ મધુભાઇ વાઘેલા, ઉ.વ.38, રહે.દેત્તડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી., ગીરધરભાઇ ભીખાભાઇ વાઘેલા, ઉ.વ.63, રહે.દેત્તડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલીને પકડી પાડી, તમામ શખ્સો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ.લીલેશભાઇ બાબરીયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.