અમરેલી,
મેઘરાજાએ મોડે મોડે પણ મહેર કરી હોય તેમ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ધારી ગીર પંથકના ગામોમાં વરસાદને કારણે ખોડિયાર ડેમમાં વ્યાપક આવક થઇ હતી. જયારે ડેમના બીજી વખત દરવાજા ખોલવા પડયાં હતાં. અમરેલીના સરંભડા પંથકમાં વરસાદને કારણે શેત્રુંજીમાં નીર આવ્યા હતાં. બીજી તરફ બાજુમાં જ પુલનું કામ ચાલતુ હતું અને મેઘરાજા ત્રાટકતાં અસર થઇ હતી. બાબાપુરશેત્રુજી નદીમાં આવેલા ભારે પુરને કારણે નવા પુલનું કામ શરૂ છે અને જુના પુલનું ધોવાણ થતા સરંભડાથી હાલરીયાહુલરીયા જવાનો માર્ગ બંધ થયો છે. સામા કાંઠે અનેક વાડીઓ પણ આવેલ હોય તેનો સંપર્ક પણ કપાયો હતો.નદીમાં પાણીનો વેગ એવો પ્રચંડ હતો કે, રસ્તામાં રાખવામાં આવેલા નાલા પણ પાણીમાં તણાઇ ગયા હતા અને તેનો વિડીયો વાયરલ થયો હતો. બગસરામાં બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ વિજળીના કડકા ભડાકા સાથે પડયો હતો. નીચાણ વાળા વિસ્તારમાં કુંકાવાવ નાકા, શાકમાર્કેટ, પોલીસ સ્ટેશનથી કુંકાવાવ નાકા રોડ અને હોસ્પિટલ રોડ પર પાણી ફરી વળ્યા હતાં. ગોઠણડુબ પાણી ભરાતાં લોકોમાં અસર જોવા મળી હતી.અમરેલીના ચિતલમાં સવારે પોણા દસ વાગ્યે ધોધમાર વરસાદ ત્રાટકયો