અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડની સુચના અને માર્ગદર્શન આપેલ હોય,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.22/08/2024 ના રોજ સાવરકુંડલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે અલ્પેશ બાવચંદભાઈ ઉનાવા સાવરકુંડલા, જેસર રોડ, મધુવન સોસાયટીમાં પોતાની ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર છે જે બાતમી હકિકત આધારે પ્રોહી. અંગે રેઈડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હતો અને તેના કબ્જાની ફોર વ્હીલ કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-720 અને ફોરવ્હીલ હ્યુન્ડાઇ આઇટવેન્ટી કાર મળી આવતા. આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, મળી આવેલ પ્રોહી. મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં સોંપી આપેલ છે. પોલીસે રૂા.1,27,500નો દારૂ અને કાર મળી કુલ 5,77,500નો મુદામાલ કબ્જે લીધો