રાજુલા,
મધ્યગીર માં આવેલા સુપ્રસિદ્ધ તુલસીશ્યામ એટલે હજારો વર્ષ પુરાણું જંગલમાં ભગવાન શ્યામના મંદિરમાં બેસણા ડુંગરા ઉપર રૂક્ષ્મણી બેઠા છે લીલી હરિયાણી વનસ્પતિ રાત્રિના સિંહના ડંકાર વહેતી નદીઓ અને તુલસીશ્યામ ટ્રસ્ટ અને તુલસીશ્યામ ગ્રુપ છેલ્લા 15 દિવસથી તનતોડ મહેનત કરી રહ્યું છે આધુનિક લાઈટ ડેકોરેશન થી ભગવાન શ્યામનું મંદિર શણગારવામાં આવી રહ્યું છે પ્રવેશ દ્વારનો ગેટ આ વર્ષે કલાત્મક બનાવવામાં આવ્યો છે જે ભગીરથ કાર્ય મંદિર શણગાર સહિતનું શ્યામ ગ્રુપ સેવા આપી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી શ્યામના દર્શને આવતા વાહનસા લોકો સાતમ આઠમમાં ત્રણ કિલોમીટર કાપતા ત્રણથી ચાર કલાક થતી અને ટ્રાફિકથી યાત્રાળુ વાહન ચાલકો અને પાર્કિંગની એટલી બધી મુશ્કેલી હતી કે લોકો તહેવારમાં તુલસીશ્યામ ન જવાનું પણ પસંદ કરતા પરંતુ આ વખતે તુલસીશ્યામ ટ્રસ્ટદ્વારા અગાઉ પૂજ્ય મોરારીબાપુની સપ્તાહ બેઠી હતી તે જગ્યાએ જેસીબી લોડરો ટ્રેક્ટર અહંકારી 500 વાહનો એક સાથે આવી શકે અને પાર્કિંગ કરી શકે તે માટે દાતાશ્રી અનકભાઈ દેવાયતભાઈ કોટીલા માલકનેશ 15 દિવસ જેસીબી ટ્રેક્ટર અહંકારી ગ્રાઉન્ડ બનાવી પાર્કિંગનો કાયમી પ્રશ્ન હલ કરી તેવી પ્રશંસની વ્યવસ્થા ઉભી કરી છે તેમનો યશ અનકભાઈ કોટીલાને જાય છે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા નાવા માટેના ગરમ કુંડ બાજુમાં આવવા જવાની તકલીફ પડતી હતી સામે વાહનો પણ બતાતા ન હતા ત્યારબાદ નડતર દુકાનો હટાવી લેવામાં આવી અને ડુંગરા નું પાણી જે વહેતું હતું તેના માથે સ્લેબ ભરી લેવામાં આવ્યો રસ્તામાં પણ ટ્રાફિકનો પ્રશ્ન રહે નહીં આમ છતાં જસાધાર રેન્જ દ્વારા અને ધારી ડિવિઝનના વન ખાતાના વડા રાજદીપસિંહ ઝાલાએ વન ખાતામાં પેટ્રોલિંગ પણ મૂકવામાં સહયોગ આપશે સોમનાથ એસપી જાડેજા દ્વારા ગીર ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ સ્ટાફ પણ મૂકવામાં આવશે તેમજ આ વર્ષે સાતમ આઠમમાં કૃષ્ણ ઉત્સવ માટે મંદિર કલાત્મક ડિઝાઇનોથી લાઈટો ડેકોરેશન થી ગોઠવવામાં આવ્યું છે જે જંગલમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કનૈયા મહોત્સવ જન્મ વખતે પૂજારી દ્વારા શ્યામ ને વાઘા પહેરાવવાની તેમજ અબીલ ગુલાલ ઢોલ નગારા રાસ સહિતના કાર્યક્રમો શ્યામ ગ્રુપ ના યુવાનો દ્વારા નારાથીગીર અને મંદિરના પડઘા રાત્રિના જમાવટ થશે શ્યામ દર્શન નો લાભ લેવો એ પણ અહોભાગ્ય છે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી તેવા નારાથી મંદિરને પણ ધ્રુજાવી ઉઠાવશે આ કાર્યક્રમમાં સમગ્ર બાબરીયા વાડ. તથા ઉના .તથા ધારી દીવ .વિસ્તાર ના ઘેર .સોરઠ .વગેરેના લોકો શ્યામ ઉત્સવમાં ભાગ લેશે બીજી તરફ શ્યામ ગ્રુપ ના સેવકો દ્વારા પણ સતત સેવા ની કામગીરી કરી રહ્યા છે અને મંદિર શણગાર માટે અને ગેટ માટે પ્રશંશની કામગીરી શ્યામ ગ્રુપ કરી રહ્યું છે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટીઓ હાજર રહી યાત્રાળીઓને મુશ્કેલી ન પડે માટે ખાસ દેખભાળ ભોજન સુવા કે આરતી નો લાભ લઈ શકે તે માટે ઉપસ્થિત રહેશે તેમજ પૂછપરછ માટે ખાસ નિમણૂક વ્યવસ્થાપક ની માઇક સાથે વ્યવસ્થા કરવામાં આવી છે જન્માષ્ટમીની રાત્રીના કૃષ્ણ જન્મ વખતે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી કે કાર્યક્રમમાં મંદિરમાં પટાંગણમાં જોરદાર કાર્યક્રમ યોજાશે સમગ્ર કાર્યક્રમની તડા માર અને આખરી ઓફ તુલસીશ્યામ ટ્રસ્ટ તથા શ્યામ ગ્રુપ આખરી ઓફ આપી રહ્યું છે તુલસીશ્યામ મંદિરે આવતા તમામ યાત્રીઓએ વન ખાતાની ચેકપોસ્ટ ઉપરથી ગાડી નંબર અને લખાવી જંગલમાં આવવાનો પ્રવેશ પાસ ફરજિયાત લઈ લેવો આમ તુલસીશ્યામ માં આ વર્ષે રજાઓના તહેવાર અને ખેડૂતો પણ વરસાદના કારણે ફ્રી હોવાથી શ્યામ દર્શન નો લાભ અને શ્યામ સેવકો લેશે અને આઠમના દિવસે સેવા કાર્યમાં તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટીઓ શ્રી ડોક્ટર બીબી વરુ તથા માજી તાલુકા પ્રમુખશ્રી ગૌતમભાઈ તથા ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા તથા કથડભાઈ ધાખડા તથા દેવુભાઈ વરુ તથા કેશુભાઈ તથા ભોળાભાઈ નાગેશ્રી સહિત ઉપસ્થિત રહેશે તેમ તુલસીશ્યામ ટ્રસ્ટના મેનેજર ચિરાગભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું.