અમરેલી,
સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડતા હવે લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ યથાવત રહેતા લોકો અને તંત્રની ચિંતા વધી છે ત્યારે ગોંડલ તાલુકાનાં મોટી ખીલોરી ગામે આવેલી કોલપરી નદીમાં ઇકો કાર તણાતા વાસાવડ ગામ તરફથી મોટી ખીલોરી જતા હતા ત્યારે તે દરમિયાન મોટી ખીલોરી ગામે કોલપરી નદીનાં બેઠા પુલ પરથી ઇકો કાર પસાર થતા અચાનક પાણીનો પ્રવાહ વધવાથી કાર પાણીમાં તણાઇ હતી. જેમાં ત્રણ વ્યક્તિ હતાં. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા પહોંચી ગયેલ તેમ ધારાસભ્ય સહિત ભાજપનાં આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. બાબરા તાલુકાનાં રાયપર ગામનાં જયેશભાઇ પરશોતમભાઇ રાદડીયા ઉ.વ.40 અને તેમના પત્નિ સોનલબેન જયેશભાઇ રાદડીયા ઉ.વ.39, ધર્મેશ જયેશભાઇ રાદડીયા ઉ.વ.11 કારમાં હતાં જેમાં તરવૈયાઓની ટીમ દ્વારા પતિ અને પત્નિનાં મૃતદેહને બહાર કઢાયા હતાં જ્યારે બાળકનાં મૃતદેહને શોધવા માટેની કામગીરી હાલમાં શરૂ