અમરેલી,
આંતરમાળખાકીય સવલતો એ વિકાસની પારાશીશી છે. અમરેલી વિધાનસભા વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તેમજ વિધાનસભા વિસ્તારના નાગરિકોને રોડ રસ્તા અને ગટર સહિતની પાયાની સુવિધાઓમાં સરળતા થાય તે માટે દ્વારા વિવિધ વિકાસકામો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. વિધાનસભા વિસ્તારના વિકાસ માટે સતત ચિંતિત એવાં અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ રસ્તાના મજબૂતીકરણના કામો માટે રૂ. 30.55 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવી છે. ચાડીયા-લાપાળીયા રોડનું કુલ રૂ. 80 લાખના ખર્ચે સોનારિયા ગ્રામ્યવિસ્તારમાં સીસીરોડ તેમ જ આનુશાંગિક અમરેલી ફતેપુર રોડ રૂ. 75 લાખના ખર્ચે ફતેપુરા ગ્રામ્ય વિસ્તારથી વિઠ્ઠલપુર ચોકડી સુધી સીસીરોડ તેમ જ આનુષાંગિક માળખાના વિકાસ માટે તેમ જ ચાવંડ લાઠી અમરેલી રોડ રૂ. 12 કરોડના ખર્ચે હમીરજી સર્કલ બાયપાસથી સેન્ટર પોઈન્ટ અમરેલી સુધી સીસીરોડ,વરસાદી પાણીના નિકાલ માટે ગટર જેવી સુવિધાઓ તેમજ ટોડા-જરખીયા-અડતાળા-શેડુભાર રોડ રૂ. 17 ખર્ચે રીસર્ફેસિંગ તેમજ આનુષાંગિક સુવિધાઓમાં ઉમેરો કરવા જેવા કામો ટુંક સમયમાં જ હાથ ધરવામાં આવશે