અમરેલી,
ગીર સેન્ચુરી વિસ્તારની તદ્દન નજીક સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા સરકારશ્રીનાં નિયમો, શરતો મુજબ અનુસરણ ન થતા તંત્ર એલર્ટ બન્યું છે અને ધારીનાં મોણવેલમાં તંત્રનું બુલ્ડોઝર ફરી વળતા શરત ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગીર સેન્ચુરી વિસ્તારની નજીક સોલાર પાવર પ્રોજેક્ટ ઉભો થતા પર્યાવરણને અસર ન થાય તે માટે નિર્ણય લેવાતા ધારીનાં મામલતદારશ્રી અક્ષર વ્યાસનાં નેતૃત્વમાં શરતોનાં ભંગ સામે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છગે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સોલાર પ્રોજેક્ટ માટે 4 લાખ મીટર ઉપરાંતની જમીન ઉપર થઇ રહેલ પ્રોજેક્ટની કામગીરી અટકી ગઇ છે અને તેમાં ઉભા કરાયેલા ઉપકરણો હટાવવાની કાર્યવાહી કરાતા પર્યાવરણ માટે સરકાર કડકમાં કડક પગલા લઇ રહી છે તેવી છાપ ઉભી થઇ છે. અમરેલીનાં કલેક્ટર શ્રી અજય દહિયાએ કરેલા આદેશને પગલે હાલ કાર્યવાહી શરૂ થઇ છે અને આ મામલે ચાલી રહેલા મામલાનો નિર્ણય ન થાય ત્યાં સુધીનાં પગલા કલેક્ટરશ્રી દ્વારા લેવાઇ રહ્યાં હોવાનું જાણવા મળેલ