અમરેલી,
અમરેલીની ફાયર ટીમ દ્વારા ભારે વરસાદના પુર ગ્રસ્ત જામનગરમાં કાબીલેદાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ઓફિસર એસ.સી. ગઢવી, હરેશભાઇ સરતેજા અને તેની ટીમને કામગીરી કરેલ તેને બિદાવીને અમરેલી હિરકબાગમાં આવેલ ફાયર સ્ટેશન પર અમરેલી જિલ્લા વકીલ મંડળના હોદેદાર સેક્રેટરી જયદિપભાઇ વાળા વકીલ મંડળના સભ્યો ખીમરાજભાઇ ગઢવી, અભિષેકભાઇ, સંદિપભાઇ પંડયા અવધ ટાઇમ્સના સહતંત્રી વિજયભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં ફાયર ઓફિસર એચ.સી. ગઢવી અને તેમની ટીમનું વકીલ મંડળ દ્વારા ફુલહાર ખેસ અને બુકે તેમજ માતાજીનો ફોટો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું