જેતલસર,
કુંકાવાવ ખાખરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે તા.3-9-24ના પાટાની બાજુમાં આવેલ ખાડામાં આંકડાના ઝાડની પાસે ઘાસમાં અકસ્માતે ટ્રેનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મળી આવેલ અજાણ્યા પુરૂષની બીન વારસી લાશના વાલી વારસોએ જેતલસર રેલ્વે પોલીસ સ્ટેશન મો.6359629630 નો સંપર્ક કરવા પીઆઇ બી.આર. કરમટાએ જણાવેલ છે. બિન વારસી મળી આવેલ પુરૂષની લાશનું વર્ણન જોતાં શરીરે પાતળા બાંધોનો ઉંચાઇ 5.2 ઉ.વ.30 રંગે ઘંઉવર્ણો જમણા હાથના પોચા ઉપર ઓમ તથા અંગે્રજીમાં પ્રકાર ત્રોફાવેલ છે. શરીરે બ્લુ કલરનો ચોકડાવાળો શર્ટ તથા બ્લુ નાઇટ પેન્ટ પહેરેલ છે.