અમરેલી,
ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતી કાલે અમરેલી પધારનાર હોય અમરેલી જિલ્લામાં ખાતમુહુર્ત, લોકાર્પણ સમારોહ સહિત કાર્યક્રમો યોજાનાર છે. ગુજરાતનાં મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આવતી કાલે અમરેલી જિલ્લામાં અમરેલી, રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા સહિતનાં વિસ્તારોમાં ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ યોજાનાર છે. આ અંગે જાણવા મળતી ગમાહિતી અનુસાર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતી કાલે સવારે 9 વાગ્યે અમરેલી એરપોર્ટ પરથી સીધા જ નાગનાથ મહાદેવ મંદિરે દર્શને જશે. ત્યાંથી રાજમહેલ કમ્પાઉન્ડ અને ત્યાંથી મોટા બસસ્ટેન્ડે લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધશે અને રિમોટ દ્વારા લાલાવદર રોડનાં સ્પોર્ટ્સ સંકુલ, અમરેલી સીટી પોલીસ લાઇનનાં નવા ક્વાર્ટરનું રિમોટથી ઉદ્દઘાટન કરશે અને બાય રોડ લાઠી રોડે થઇ સાવરકુંડલા જશે અને ત્યાંનાં કાર્યક્રમ બાદ રાજુલાથી બાય રોડ સમુહખેતી જશે. જ્યાં સૌરાષ્ટ્રનાં ખેડુત આગેવાન અને પુર્વધારાસભ્યસ્વ.ભગવાનબાપા આદસંગવાળા નાં આંગણે વર્તમાન ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાને ત્યાં ભોજન લેશે. સમુહખેતીથી રાજુલાનો કાર્યક્રમ સંપન્ન કરી રાજુલાથી હેલીકોપ્ટરમાં ધારી ખાતે જશે. ધારીમાં ડીવાયએસપી ઓફિસ, પોલીસ લાઇન ક્વાર્ટરનું ઉદ્દઘાટન અને આંબરડી પાર્ક ખાતે ઓપન જીપમાં નિરીક્ષણ કરશે. આંબરડી પાર્કથી બાય રોડ અમરેલી આવવા રવાના થશે અન દેવરાજીયા ખાતે શ્રી કૌશિક વેકરીયાનાં નિવાસે સ્થાને અલ્પાહાર લેશે. ત્યાંથી રાધ્ોશ્યામ હોટલેથી બાયપાસ રોડે થઇ એરપોર્ટ ઉપર પહોંચશે અને સાંજે ત્યાંથી અન્ય નિયત સ્થળે જવા માટે રવાના થનાર હોવાનું જાણવા મળેલ છે.