Homeઅમરેલીઅમરેલીમાં બાળક સાથે કુકર્મ કરનાર મામાને 20 વર્ષની કેદ

અમરેલીમાં બાળક સાથે કુકર્મ કરનાર મામાને 20 વર્ષની કેદ

Published on

spot_img

અમરેલી,
અમરેલીમાં બે વર્ષ પહેલા 11 વર્ષનાં કુટુંબી ભાણીયાને ઉઠાવી જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર હવસખોર શખ્સને અમરેલીની સ્પેશ્યલ પોકસો કોર્ટે જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલો અને રજુ કરાયેલા પુરાવાઓ ઉપરથી20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને ભોગ બનનાર બાળકને 4 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે તા.24-4-2022 ના રોજ અમરેલીના ગજેરાપરા વિસ્તારમાં મંગળાબેન બાલમંદિર સામેની શેરીમાં રહેતા નિલો ઉર્ફે નિલેશ મગન થળેસા નામના શખ્સે તેમના કુટુંબી ભાણીયા એવા 11 વર્ષનાં બાળકને તેના ઘેરથી પોતાના ખંઢેર જેવા બંધ રહેલા ઘરમાં લઇ જઇ અને બાળક પાસે મુખમૈથુન કરાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતુ એટલુ જ નહી પણ આ હવસખોર શખ્સે પોતાની કુટુંબી બહેન કે જે કેટરર્સમાં કામ કરતી હતી તેણે ઠપકો આપતા તેણીને કોઇને વાત કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.કુટુંબી હવસખોર ભાઇના કારનામાથી ચોંકી ઉઠેલ માતાએ પોતાના બાળકને ઉઠાવી જઇ તેની ઉપર નિલાએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હોવાનું અને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે આઇપીસી 377, પોકસો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એસપી શ્રી હિમકરસિંહનાં માર્ગદર્શનમાં તત્કાલીન પીઆઇ શ્રી મહેશ મોરી તથા રાઇટર શ્રી રમેશભાઇ વાળા અને પ્રકાશભાઇ ચૌહાણે તપાસ શરૂ કરી હતી બનાવના સ્થળેથી પોલીસે ફર્શ ઉપરથી નિશાન, હાથ રૂમાલ તથા એક કપડુ કબ્જે કરી ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યુ હતુ જે આરોપી સાથે મેચ થયુ હતુ તદુપરાંત બાળકનું મેડીકલ પરીક્ષણ કરાતા તેમાં પણ બાળકને ગંભીર ઇજાઓ સામે આવતા આ પુરાવાઓ એકત્ર કરાયા હતા બાળકને ઉઠાવી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી રહેલા નિલેશને જોઇ જનાર પાડોશીના નિવેદન સહિતના પુરાવાઓ એકત્ર કરાયા હતા અને આ તમામ પુરાવાઓ સાથે જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબેન ત્રિવેદીએ સ્પેશ્યલ પોકસો જજ શ્રી ડી.એસ. શ્રીવાસ્તવને આરોપીને કડકમાં કડક સજા કરવા માંગણી કરતા કોર્ટે આઇપીસી 367 એટલે કે અપહરણમાં 7 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધ્ાુ 3 માસની કેદ તથા આઇપીસી 377 તથા પોકસો એક્ટની કલમ 4, 6, 8, 10 તથા 12 મુજબના ગુનામાં 20 વર્ષની સખત કેદ અને 20 હજારનો દંડ, દંડ ન ભરે તો વધ્ાુ 6 માસની સજા તથા બાળકને માર મારવાના ગુનો આઇપીસી 323 માં એક વર્ષની સખત કેદ તથા એક હજાર દંડ અને દંડ ન ભરે તો વધ્ાુ એક માસની સાદી કેદની સજા ફટકારી હતી.

Latest articles

08-10-2024

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

Latest News

08-10-2024

06-10-2024

05-10-2024