અમરેલી,
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ વાડી વિસ્તારમાં મોડી રાતે શૈલેષ હકાભાઈ વાઘેલા નામના વ્યક્તિનો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ થતાં રાજુલા પી.આઈ.સહિત પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી ઉપરાંત મૃતકની લાશ રાજુલા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડતા પરિવારજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પરિવારજનોએ યુવકના મોત અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટેની માંગણી કરી હતી પોલીસએ ગંભીરતા દાખવી ફોરેન્સિક રિપોટ માટે ભાવનગર લાશ ખસેડી છે ફોરેન્સિક રિપોટ બાદ સાચું કારણ જાણી શકાશે જોકે પોલીસએ હાલ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક યુવકની લાશ મળ્યા બાદ પોલીસએ ઘટના સ્થળે તપાસ હાથ ધર્યા બાદ પોલીસને યુવકએ આપઘાત કર્યાની આશંકા હાલ જય રહી છે જોકે પોલીસ ચારે તરફ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે ફોરેન્સિક રિપોટ બાદ સત્તાવાર રીતે પોલીસ કારણ જાહેર કરી શકે છે.